ગુજરાતમાં બનશે કોવેક્સિન, આ શહેરમાં ભારત બાયોટેક મોટાપાયે રસીનું ઉત્પાદન કરશે

ગુજરાતમાં બનશે કોવેક્સિન, આ શહેરમાં ભારત બાયોટેક મોટાપાયે રસીનું ઉત્પાદન કરશે
  • દેશભરમાં વેક્સીનેશન થવાનું છે, તેથી મોટાપાયે વેક્સીનની જરૂરિયાત છે. તેથી વેક્સીનનું ઉત્પાદન વધારવાની પણ જરૂરિયાત છે
  • ભારત બાયોટેક કંપની અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccines માં ઉત્પાદન શરૂ કરશે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં હાલ ઝડપથી વેક્સીનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ વચ્ચે ગુજરાતમાં કોરોનાની વેક્સીન બનવાની જાહેરાત થઈ છે. ત્યારે હવે વેક્સીન (COVAXIN) બનાવવામાં ગુજરાતનો મોટો રોલ હશે. ભારત બાયોટેકના કો-ફાઉન્ડર અને જેએમડી સૂચિત્રા એલ્લાએ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccines માં ઉત્પાદન શરૂ કરશે. જૂનના પહેલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ થઈ શકે છે, જ્યારે ટૂંક સમયમાં કંપનીની બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે.

— ANI (@ANI) May 20, 2021

અંકલેશ્વરમાં થયુ વેક્સીનનું ઉત્પાદન 
ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન વેક્સિનને હાલમાં માન્યતાપ્રાપ્ત અપાઈ છે. ત્યારે હવે કોવેક્સી (Bharat Biotech) નનુ ઉત્પાદન ગુજરાતના અંકલેશ્વરમાં કોવેક્સિનનું ઉત્પાદન થવા જઈ રહ્યું છે. દેશભરમાં વેક્સીનેશન થવાનું છે, તેથી મોટાપાયે વેક્સીનની જરૂરિયાત છે. તેથી વેક્સીનનું ઉત્પાદન વધારવાની પણ જરૂરિયાત છે. આવામાં અંકલેશ્વર સ્થિત સબસિડરી Chiron Behring Vaccines ની વાર્ષિક 200 મિલિયન ડોઝ ઉત્પાદન ક્ષમતા છે. યુનિટ એના રેબિટ્સની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.

— ANI (@ANI) May 20, 2021

હાલ માત્ર હૈદરાબાદ અને બેંગલુરુમાં જ કોવેક્સિનનું ઉત્પાદન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતનું નામ પણ તેમાં જોડાયું છે. આમ, કોરોના મહામારી નાથવામાં ગુજરાતનો પણ મોટો ફાળો રહેશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news