Loksabha Election 2024: ગુજરાતની રાજનીતિમાં મોટી ઉથલપાથલ; હવે સોમા પટેલે કર્યો મોટો ધડાકો
Lok Sabha Election 2024: પૂર્વ સાંસદ સોમા પટેલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને રાજીનામું ધરી દીધું છે. જે પત્રમાં અંગત કારણથી રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે
Trending Photos
Loksabha Election 2024: લોકસભા ચૂંટણીને લઈને ફરી એકવાર ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના એક પછી એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપનો કેસરિયો કેસ ધારણ કરી રહ્યા છે. ત્યાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. સુરેન્દ્રનગર કોંગ્રેસમાં મોટો ભંગાળ સર્જાયું છે. જી હા... ચૂંટણી પહેલાં કોંગ્રેસના પૂર્વ સાંસદ સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે.
સોમા પટેલે આપ્યું રાજીનામું
પૂર્વ સાંસદ સોમા પટેલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખીને રાજીનામું ધરી દીધું છે. જે પત્રમાં અંગત કારણથી રાજીનામું આપ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, હું કોળી પટેલ સોમાભાઈ ગાંડાલાલ પૂર્વ સાંસદ સુરેન્દ્રનગર તથા પૂર્વ ધારાસભ્ય લિંબડી મારા અંગત કારણોસર કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું.
તમને જણાવી દઈએ કે, સુરેન્દ્રનગર લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. આ બેઠક પર અત્યાર સુધીની 15 ચૂંટણીઓ પૈકી 7 વખત કોંગ્રેસ ઉમેદવારોએ જીત મેળવી છે. જ્યારે છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવાર જીતી રહ્યાં છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાએ કોંગ્રેસના સોમા પટેલને હરાવ્યા હતા.
અગાઉ પણ આજે કોંગ્રેસ સાથે છેડો ફાડનાર સોમા પટેલ અગાઉ ભાજપમાં જોડાયા હતા. સોમા પટેલ પક્ષ પલટા માટે જાણીતા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર સોમા પટેલ અગાઉ પણ 2020માં હાથનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જો કે પાછળથી ફરીથી સોમા પટેલે કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે