બીન સચિવાલય ક્લાર્ક ભરતી અંગે સમાચાર, જાણો વિભાગની વહેંચણી ક્યારથી શરૂ થશે?
ગૌણ સેવા પસંદગી મંડળ જાન્યુઆરી મહિનાના અંતમાં બિન સચિવાલય ક્લાર્કના વિભાગોની વહેંચણી શરૂ કરશે. જાહેર કરેલા ભરતીના મેરિટમાં સમાવેશ પામેલા ઉમેદવારોને મેરિટના આધારે વિભાગોની પસંદગી કરી શકશે.
Trending Photos
ગાંધીનગર: બિન સચિવાલય ક્લર્કની ભરતી અંગે મોટા સમાચાર મળી રહ્યા છે. વિભાગીય અને ઓફિસ સિલેક્શન પ્રક્રિયાનું શિડ્યુલ આવતી કાલે (22 જાન્યુઆરી/રવિવાર) જાહેર થશે. વિભાગીય અને ઓફિસ સિલેક્શન પ્રક્રિયા 27 જાન્યુઆરીથી શરૂ થશે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે ગૌણ સેવા પસંદગી મંડળ જાન્યુઆરી મહિનાના અંતમાં બિન સચિવાલય ક્લાર્કના વિભાગોની વહેંચણી શરૂ કરશે. જાહેર કરેલા ભરતીના મેરિટમાં સમાવેશ પામેલા ઉમેદવારોને મેરિટના આધારે વિભાગોની પસંદગી કરી શકશે. વિભાગોની વહેંચણીનો કાર્યક્રમ 12થી 15 દિવસ ચાલી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં તમામ ભરતી પ્રક્રિયા પૂરી કરાશે.
ગૌણ સેવા પસંદગી મંડળે ઓક્ટોબર-2018માં બિન સચિવાયલ ક્લાર્કની 3901 જગ્યા પર ભરતી જાહેર કરી હતી. પ્રાથમિક કસોટી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ મંડળે 5620 ઉમેદવારોને એલિજિબલ ગણ્યા છે. 200 જેટલા ઉમેદવારો ભરતીની આગળની પ્રક્રિયાથી બાકાત થયા હતા.
મહત્વનું છે કે, ભરતી પ્રક્રિયા લાંબા સમયથી પેંન્ડિગ રહેલા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર સ્થિત મંડળની ઓફિસે ઉમેદવારો દ્વારા વારંવાર રજૂઆત કરવા માટે ઉમેદવારો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે