ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો, નવસારીમાં વરસાદ પડ્યો

ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો, નવસારીમાં વરસાદ પડ્યો
  • આજે સવારે નવસારી અને અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.
  • 10 અને 11 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વાતાવરણ પલટાની શક્યતા છે.

ઝી મીડિયા/બ્યૂરો :હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતના વાતાવરણમાં આજે વહેલી સવારથી અચાનક પલટો આવ્યો છે. સવારથી જ ગુજરાતના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે નવસારી અને અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી બંને જિલ્લાઓમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા છે. તો બીજી તરફ, નવસારીમાં વહેલી સવારથી કમોસમી વરસાદ શરૂ થયો છે. આ કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. 

નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી નવસારી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. શિયાળામાં વરસાદ પડતા જિલ્લામાં ઠંડીમાં વધારો થયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પોતાનો તૈયાર પાક બગડી જવાની ખેડૂતોને ભીતિ છે. તો બીજી તરફ, અમરેલીમાં જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં કાળા વાદળો છવાયા છે. 

આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીમાં ખાનગી સિક્યોરીટી અને પોલીસ બાદ હવે બોડીગાર્ડ કરશે સત્તાધીશોની સુરક્ષા

હવામાન ખાતાની આગાહી
હવામાન ખાતાની માહિતી મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 અને 11 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વાતાવરણ પલટાની શક્યતા છે. સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, તારીથ 10 અને 11 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના આઈસોલેટેડ વિસ્તારમાં વરસાદ પડી શકે છે. 

અંબાલાલ પટેલની આગાહી 
જાણીતા હવામાન જ્યોતિષ અંબાલાલ પટેલે બે દિવસ વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આગામી બે દિવસમાં રાજ્યમાં માવઠું થશે. આ કારણે ખેડૂતોએ ખેતરમાં વાવેલ રવિ પાકને નુકસાન પણ થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 અને 11 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વાતાવરણ પલટાની શક્યતા છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news