અમદાવાદમાંથી ઝડપાયું હથિયારોની હેરાફેરીનું નેટવર્ક; કુખ્યાત ગેંગસ્ટરને વેચવાના હતા

રામોલ પોલીસની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, જે દરમિયાન બાતમી મળી હતી કે રામોલ સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીકથી હથિયારની હેરાફેરી થનાર છે. જે બાતમીના આધારે આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.

અમદાવાદમાંથી ઝડપાયું હથિયારોની હેરાફેરીનું નેટવર્ક; કુખ્યાત ગેંગસ્ટરને વેચવાના હતા

ઉદય રંજન/અમદાવાદ: રામોલમાંથી હથિયારોની હેરાફેરીનું નેટવર્ક ઝડપાયું છે. CTM પાસેથી ત્રણ પિસ્ટલ અને કારતુસ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. રામોલ પોલીસની ગિરફ્તમાં દેખાતા આરોપીઓના નામ છે. પ્રયાગ સિંગ જોધા તેમજ અંશુમાન સિંગ દેવડા. આ બંને આરોપીઓ રાજસ્થાનના જેસલમેર તેમજ પાલીના રહેવાસી છે. આરોપીઓને રામોલ પોલીસે હથિયાર સાથે પકડી પાડ્યા છે. 

વિગતવાર વાત કરીએ તો રામોલ પોલીસની ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, જે દરમિયાન બાતમી મળી હતી કે રામોલ સીટીએમ એક્સપ્રેસ હાઈવે નજીકથી હથિયારની હેરાફેરી થનાર છે. જે બાતમીના આધારે આ બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓની તપાસ કરતાં આરોપી ઓ પાસેથી ભારતીય બનાવટની ત્રણ પિસ્તોલ તેમજ 8 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જેથી રામોલ પોલીસે હથિયાર ની હેરાફેરી નો ગુનો દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. 

આરોપીઓની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે પાંચેક દિવસ પહેલા તેઓ મધ્ય પ્રદેશ ખાતે હથિયાર ની ખરીદી કરવા માટે ગયા હતા. વસંતસિંગ નામના મધ્યપ્રદેશના સેંદવા ગામના રહેવાસીનો સંપર્ક કરી તેની પાસેથી આ ત્રણે પિસ્તોલ અને કારતૂસ ખરીદ્યા હતા. જે હથિયારો લઈને બંને આરોપી ઓ રાજસ્થાન ખાતે ભવાની ચૌધરી અને અશોક બિસ્નોઈ નામના વ્યક્તિને આપવા માટે નીકળ્યા હતા પરંતુ તે પહેલા જ રામોલ પોલીસ ના હાથે પકડાય ગયા હતા. આ બંને આરોપીઓ એમપીથી ખરીદીને રાજસ્થાન ખાતેના આરોપીઓ સુધી પહોંચાડવાના પૈસા લેતા હતા. 

આરોપી ઓની વધુ તપાસ કરતા સામે આવ્યું કે પ્રયાગ સિંહ જોધા બે વર્ષ પહેલાં મધ્યપ્રદેશથી દેશી બનાવટની પિસ્ટલ લાવ્યો હતો અને પોતે પિસ્ટલ સાથે શેરગઢ પોલીસ સ્ટેશન જોધપુર ખાતે પકડાઈ ગયો હતો. તેના મિત્ર ભવાની ચૌધરી અને અશોક બિશનોઈ દ્વારા પણ તેની પાસેથી બે પિસ્તોલ અને કારતૂસ મંગાવ્યા હતા. જેથી પૈસાની લાલચમાં આવીને તે હથિયાર લેવા માટે મધ્ય પ્રદેશ ગયો હતો ગયો હતો.

આ ગુનામાં ઝડપાયેલો આરોપી પ્રયાગ સિંહ જોધા અગાઉ સુરતમાં તેમજ રાજસ્થાન ખાતે ફલસૂન અને શહેરગઢ અને ઓશિયા પોલીસ સ્ટેશન ખાતે ગેરકાયદેસર હથિયાર ના ગુનામાં ઝડપાયો ચુક્યો છે. આ મામલે રામોલ પોલીસે આરોપી ઓની ધરપકડ કરી આ ગુનામાં સામેલ અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સાથે આરોપીઓ હથિયાર કેટલા રૂપિયામાં લાવ્યા હતા. અગાઉ કેટલી વાર લાવી ચૂક્યો છે તે તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news