BIG BREAKING: ગુજરાત પોલીસ બેડામાં ફરી એક ખુશીના સમાચાર: 17 PSI અધિકારીઓને PI તરીકે પ્રમોશન

રાજ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 17 પોલીસ સબ ઈન્સ્પેક્ટર વર્ગ-3નાઓને પોલીસ ઈન્સ્પેક્ટર વર્ગ-2 સંવર્ગમાં તદ્દન હંગામી ધોરણે બઢતી આપી છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં અસામાજિક તત્ત્વો લુંટારાઓ બેફામ બની પોલીસને પડકાર ફેંકી રહ્યા હતા.

BIG BREAKING: ગુજરાત પોલીસ બેડામાં ફરી એક ખુશીના સમાચાર: 17 PSI અધિકારીઓને PI તરીકે પ્રમોશન

ઝી બ્યુરો/ગાંધીનગર: દિવાળી પહેલા ગુજરાત પોલીસ બેડામાં ફરી એકવાર ખુશીના સમાચાર આપ્યા છે. રાજ્ય સરકારે 17 PSI અધિકારીઓને PI તરીકે પ્રમોશન આપ્યું છે. રાજ્ય પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 17 પોલીસ સબ ઈન્સ્પેક્ટર વર્ગ-3નાઓને પોલીસ ઈન્સ્પેક્ટર વર્ગ-2 સંવર્ગમાં તદ્દન હંગામી ધોરણે બઢતી આપી છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં અસામાજિક તત્ત્વો લુંટારાઓ બેફામ બની પોલીસને પડકાર ફેંકી રહ્યા હતા, ત્યારે PSIમાંથી PI પોલીસ ટીમમાં સામેલ થઈ શહેરની સલામતી માટે તૈનાત થશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી ASI માંથી PSI ના પ્રમોશનની વાત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત સરકારે ASIમાંથી PSI પ્રમોશનને મંજૂરી આપી છે. એટલે કે 538 ASI ને PSI ની પ્રમોશન આપવામાં આવ્યું છે. ગૃહ વિભાગે હંગામી ધોરણે શરતોને આધીન આ પ્રમોશન આપ્યું છે. હવે આ તમામ 538 બિન હથીયારી ASI અધિકારીઓને PSI પોલીસ અધિકારી તરીકે પ્રમોશન અપાયું છે, જેઓ અલગ અલગ જગ્યાએ PSI તરીકે ફરજ બજાવશે.

No description available.

No description available.

No description available.

No description available.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news