અમદાવાદની વધુ એક કોવિડ હોસ્પિટલમાં લાગી આગ, કોઈ જાનહાની નહીં
આજે મણીનગરમાં આવેલી લિટલ ફ્લાવર હોસ્પિટલમાં ઓક્સિજન મીટરમાં લાગી હતી. હાલ તો ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે.
Trending Photos
અમદાવાદઃ રાજકોટમાં થોડા દિવસ પહેલા એક કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા. આ મામલો હજુ શાંત થયો નથી. ત્યાં અમદાવાદ શહેરના મણીનગરમાં આવેલી લિટલ ફ્લાવર હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સદનસિબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો છે. હોસ્પિટલના ઓક્સિજન મીટરમાં આગ લાગી હતી.
રાજ્યમાં સતત બની રહી છે આગની ઘટના
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. આજે મણીનગરમાં આવેલી લિટલ ફ્લાવર હોસ્પિટલમાં ઓક્સિજન મીટરમાં લાગી હતી. હાલ તો ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ રાજ્યમાં સતત કોવિડ હોસ્પિટલમાં લાગી રહેલી આગને કારણે તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યાં છે.
કોંગ્રેસનો સરકાર પર પ્રહાર
અમદાવાદની હોસ્પિટલમાં લાગેલી આગ બાદ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી આઠ જેટલી હોસ્પિટલમાં આગ લાગી છે. સરકાર માત્ર તપાસનું નાટક કરી રહી છે. આ સિવાય ગમે તેને હોસ્પિટલ ચલાવવાની મંજૂરી આપી રહી છે. સુપ્રીમ કોર્ટે હોસ્પિટલમાં ફાયર સેફ્ટી માટે ગાઇડલાઇન બહાર પાડી પણ તેનું પાલન થઈ રહ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે