અમદાવાદમાં વધુ એક કોર્પોરેટર બન્યા કોરોનાનો શિકાર, યશવંત યોગીનો રિપોર્ટ પોઝિટિવ
કોંગ્રેસના ઈન્ડિયાકોલોની વોર્ડના કોર્પોરેટર યથવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેનો પાંચમાં કોર્પોરેટર છે જે કોરોનાનો શિકાર બન્યા છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 હજારની નજીક પહોંચી ગઈ છે. લોકોની સાથે કોરોના વોરિયર પણ તેનો ભોગ બની રહ્યાં છે. તો હવે શહેરમાં વધુ એક કોર્પોરેટર કોરોના વાયરસનો શિકાર બન્યા છે. ઈન્ડિયાકોલોની વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ અમદાવાદમાં અત્યાર સુધી કુલ પાંચ કોર્પોરેટરો અને એક ધારાસભ્ય કોરોનાનો શિકાર બની ચુક્યા છે.
કોર્પોરેટર યશવંત યોગી કોરોના પોઝિટિવ
કોંગ્રેસના ઈન્ડિયાકોલોની વોર્ડના કોર્પોરેટર યથવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેનો પાંચમાં કોર્પોરેટર છે જે કોરોનાનો શિકાર બન્યા છે. આ પહેલા ગોતા અને મણિનગર વોર્ડમાં ભાજપના કોર્પોરેટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના બે કોર્પોરેટરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં બદરુદ્દીન શેખનું નિધન પણ થયું હતું. તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ કોરોનાનો ભોગ બની ચુક્યા છે.
સિવિલ હોસ્પિટલમાં 10 સગર્ભાઓએ કોરોનાને આપી મ્હાત
શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
ગુજરાત જિલ્લામાં ગઈકાલે સાંજે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અત્યાર સુધી કુલ 13273 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 5880 દર્દીઓ સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે. તો 802 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 9724 કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે