પડતર માગણીઓને લઈને તલાટી મહામંડળે કરી અચોક્કસ મુદ્દતની હળતાળની જાહેરાત

22 ઓક્ટોબરથી તલાટીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ કરશે. 

 પડતર માગણીઓને લઈને તલાટી મહામંડળે કરી અચોક્કસ મુદ્દતની હળતાળની જાહેરાત

ગાંધીનગરઃ પોતાની પડતર માગણીઓને લઈને તલાટી મહામંડળે હડતાળનું એલાન કર્યું છે. 22 ઓક્ટોબરથી તલાટી મહામંડળના સભ્યોએ અચોક્કસ મુદ્દતની હડતાળનું એલાન આપ્યું છે. સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી છે. તેમનું કહેવું છે કે પડતર પ્રશ્નો અંગે સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ કોઈ દ્વારા આ રજૂઆતો સાંભળવામાં આવતી નથી. ગાંધીનગરમાં તેઓ ધરણાં પણ કરી ચૂક્યા છે. તેમ છતાં સરકાર તરફથી કોઈ ધ્યાન ન અપાતા તેમણે હડતાલ પાળવાનો નિર્ણય કર્યો છે. જે હડતાળમાં 11 હજાર તલાટીઓ જોડાશે.

શું છે તલાટીઓની મુખ્ય માંગણીઓ
સર્કલ ઇન્સ્પેકટરની પોસ્ટ અપગ્રેડ કરી, અમલવારીમાં નાણાકીય લાભ થતો નથી
જૂની પેન્શન યોજના શરૂ કરવી
પંચાયત અને મહેસુલના જોબચાર્ટ યોગ્ય કરવામાં આવે
એક તલાટી એક ગામ સોંપવામાં આવે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news