ફી ભરનારા બાળકોને AC રૂમ, RTEના બાળકોને અલગ બેસાડ્યા: ભરૂચની એમિક્સ સ્કૂલની મનમાની

ભરૂચમાં આવેલી એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલે નફ્ફટાઈ અને લુચ્ચાઈની કેટલી હદ હટાવી છે, જે ગરીબ બાળકોએ RTE અંતર્ગત એડમિશન લીધું છે તેમને અલગ બેસાડાયા છે. એટલું જ નહીં તેમના રૂમમાં એસી નથી. જ્યારે જે ધનાઢ્ય ઘરના બાળકોએ ઊંચી ફી ફરીને એડમિશન લીધું છે તેમને એસીવાળા રૂમમાં અલગ બેસાડ્યા છે.

ફી ભરનારા બાળકોને AC રૂમ, RTEના બાળકોને અલગ બેસાડ્યા: ભરૂચની એમિક્સ સ્કૂલની મનમાની

ઝી બ્યુરો/ભરૂચ: દરેક વાલીઓનું સપનું હોય છે કે પોતાનું સંતાન સારુ શિક્ષણ મેળવે. સારુ સ્કૂલમાં ભણી-ગણી પોતાના પરિવારનું નામ રોશન કરે પરંતુ ગરીબ મા-બાપનું આ સપનું સાકાર નથી થઈ શક્તું કારણ કે આર્થિક સ્થિતિના અભાવે તેઓ સારી ખાનગી સ્કૂલોમાં શિક્ષણ અપાવી શક્તા નથી. સરકારે RTEનો કાયદો બનાવી એક ઉત્તમ કામ કર્યું. પરંતુ RTEના કાયદાને ખાનગી શાળાઓ ઘોળીને પી ગઈ હોય તેમ ખુલ્લેઆમ તેનું ઉલ્લંઘન કરે છે. છતાં પણ શિક્ષણ માફિયાઓ સામે સરકાર નતમસ્તક હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચથી સામે આવેલી એક ઘટનાથી શિક્ષણ વિભાગ સામે સવાલો ઉઠ્યા છે. ગરીબોના શિક્ષણનો હક્ક છીનવતા શિક્ષણ માફિયાઓની દાદાગીરીનો આ અહેવાલ.

આપણા દેશના બંધારણમાં તમામને સમાન શિક્ષણનો હક્ક આપવામાં આવ્યો છે. પછી તે તવંગર હોય કે પછી ગરીબ...ધનાઢ્ય અને ગરીબ બન્ને સારુ શિક્ષણ મેળવી દેશના વિકાસમાં સહભાગી થઈ શકે છે. પરંતુ ગુજરાતમાં શિક્ષણનો વેપાર કરનારા શિક્ષણ માફિયાઓની દાદાગીરી જુઓ, આ બન્ને દ્રશ્યો, ભરૂચમાં આવેલી એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલના છે. આ સ્કૂલે નફ્ફટાઈ અને લુચ્ચાઈની કેટલી હદ હટાવી છે તે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. જે ગરીબ બાળકોએ RTE અંતર્ગત એડમિશન લીધું છે તેમને અલગ બેસાડાયા છે. એટલું જ નહીં તેમના રૂમમાં એસી નથી. જ્યારે જે ધનાઢ્ય ઘરના બાળકોએ ઊંચી ફી ફરીને એડમિશન લીધું છે તેમને એસીવાળા રૂમમાં અલગ બેસાડ્યા છે. RTEના કાયદામાં કડક જોગવાઈ છે કે, RTEના બાળકો સાથે ભેદભાવ કરી શકાતો નથી પરંતુ સ્કૂલના માફિયાઓ કાયદાને પોતાનાથી પરે માને છે..

લુચ્ચાઈની હટ વટાવનારી ભરૂચની એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય ખુલ્લેઆમ પોતાનું ઘમંડ પણ બતાવી રહ્યા છે. સરકાર અને સરકારના શિક્ષણ વિભાગને ચેલેન્જ આપતા હોય તેમ કહી રહ્યા છે કે, હા અમે RTEના બાળકોને અલગ બેસાડીએ છીએ. તેઓ દિલ્લી હાઈકોર્ટના એક ચુકાદાનું ખોટું અર્થઘટન કરીને કહે છે કે જે બાળકોને વધુ સુવિધા જોઈતી હોય તો તેમને ફી ભરવી પડે. હદ તો ત્યારે થઈ કે જ્યારે આ મામલે ઝી 24 કલાકે જિલ્લાના શિક્ષણ અધિકારીને સવાલો કર્યા. તેમને આ ઘટનાની જાણકારી આપી તેઓ ઘટનાથી અજાણ બન્યા.અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં ગોળગોળ જવાબ આપતા જોવા મળ્યા. આ મામલે તપાસ કરવી પડે તેવું અશોભનિય નિવેદન તેમણે આપ્યું. ગરીબ બાળકો સાથે શિક્ષણમાં ભેદભાદ રાખતી અને કાયદાની ઐસી કે તૈસી કરતી આ સ્કૂલની ફરિયાદ ઝી 24 કલાકે રાજ્યના શિક્ષણ મંત્રીને કરી. શિક્ષણ મંત્રીએ ઓન કેમેરા કબૂલાત કરી કે આ ખુબ ગંભીર ઘટના છે, અમે તપાસના આદેશ આપ્યા છે. તપાસનો અહેવાલ બાદ પગલા લેવામાં આવશે.

શિક્ષણ મંત્રીએ તપાસના આદેશ તો આપ્યા છે, હવે ખરેખર તપાસ થશે કે નહીં તે એક સવાલ છે. કારણ કે શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગના મોટા અધિકારીઓ આવી ઘટના બને ત્યારે દર વખતે એવું કહેતા સંભળાય છે કે અમે તપાસના આદેશ આપ્યા છે. પરંતુ ત્યારપછી શું થાય છે તે કોઈને ખબર હોતી નથી. RTEના કાયદમાં સ્કૂલની માન્યતા રદ કરવા સુધીનું પ્રાવધાન છે, પરંતુ કોઈ ખાનગી સ્કૂલની માન્યતા રદ થઈ હોય તેવું હજુ સુધી અમારે ધ્યાને આવ્યું નથી. તો ઝી 24 કલાક કેટલાક સવાલ રાજ્યના શિક્ષણ વિભાગને કરી રહ્યું છે. RTEના બાળકો સાથે આવો અન્યાય કેમ કરવામાં આવ્યો?, આવી મનમાની ચાલી રહી છે તો શિક્ષણ અધિકારી શું કરી રહ્યા હતા?...શું ગરીબ બાળકોને સારુ સુવિધા સાથે શિક્ષણનો હક નથી?, કાયદાની એસી કી તેસી કરતી આ શાળા સામે કાર્યવાહી તમે કરશો?, દિલ્લી હાઈકોર્ટના ચુકાદાનું ખોટું અર્થઘટન કરતાં આચાર્યને કાયદાનું ભાન કરાવાશે?

  • ZEE 24 કલાકના સવાલ 
  • RTEના બાળકો સાથે આવો અન્યાય કેમ કરવામાં આવ્યો?
  • આવી મનમાની ચાલી રહી છે તો DEO શું કરી રહ્યા હતા?
  • શું ગરીબ બાળકોને સારુ સુવિધા સાથે શિક્ષણનો હક નથી?
  • કાયદાની એસી કી તેસી કરતી આ શાળા સામે કાર્યવાહી તમે કરશો?
  • દિલ્લી HCના ચુકાદાનું ખોટું અર્થઘટન કરતાં આચાર્યને કાયદાનું ભાન કરાવાશે?

વિનાયક ચતુર્થી પર ધૃતિ તથા સુકર્મા યોગનો અદભૂત સંયોગ, 4 રાશિવાળા મચાવશે ધૂમ

આ ઘટનામાં બેફામ બનેલી ભરૂચની એમિક્સ સ્કૂલ હોય, શિક્ષણ મંત્રી હોય કે પછી શિક્ષણ માફિયા, કોઈને  ઝી 24 કલાક નહીં છોડે. ગરીબ બાળકો સાથે થયેલા અન્યાયની સજા સ્કૂલને અપાવીને જ રહેશે. શિક્ષણ મંત્રી તમે તપાસના આદેશ આપ્યા છે પરંતુ જો તપાસ ન થઈ અને કંઈ કાચુ કપાયું તો તમારી પણ ધૂળ કાઢતા અમે અચકાશું નહીં. તમે દેશના ભવિષ્ય સાથે સંકળાયેલા મંત્રાલયના મંત્રી છો. તેથી તમે પણ ઘટનામાં સંપૂર્ણ જવાબદાર છો. તેથી અમે આશા રાખીએ કે તમે ગરીબ બાળકોને તેમનો હક અપાવી યોગ્ય ન્યાય કરશો. આ ઘટનામાં જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારી સંપૂર્ણ નજર રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news