અમૂલ હવે ગુજરાતીઓની ફેવરિટ ખાટી છાશ વેચશે, કચ્છમાં લોન્ચ થયું પાઉચ, આ ભાવે મળશે

Amul Buttermilk : કચ્છના સરહદ ડેરી દ્વારા લોન્ચ કરાયુ ખાટી છાશનુ પાઉચ... આજે 27 મેથી આ ખાટી છાશ માર્કેટમાં વેચાવાની શરૂઆત કરાશે

અમૂલ હવે ગુજરાતીઓની ફેવરિટ ખાટી છાશ વેચશે, કચ્છમાં લોન્ચ થયું પાઉચ, આ ભાવે મળશે

Kutch News : છાશ વગર ગુજરાતીઓનું ભોજન અધૂરુ છે. એવુ કહેવાય છે કે છાશ ન પીઓ ત્યા સુધી ગુજરાતીઓને ઓઢકાર ન આવે. ગુજરાતીઓને ખાટી છાશ વધુ ભાવે છે. આ માટે અનેક ગુજરાતી પરિવારોમાં રાતે દહી જમાવવા મૂકવામા આવે છે. પરંતુ વ્યસ્ત જીવનશૈલીમાં મહિલાઓ અનેકવાર રાતે દહી મેળવવાનુ ભૂલી જાય છે. ત્યારે ગૃહિણીઓને આ ઝંઝટમાંથી મુક્તિ અપાવવા માટે માર્કેટમાં ખાટી છાશ ડાયરેક્ટ વેચાવા મૂકાનાર છે. અમૂલ હવે માર્કેટમાં ખાટી છાશ વેચશે. જે માત્ર 10 રૂપિયામાં મળી રહેશે. પ્રથમ તબક્કામાં કચ્છમાં ખાટી છાશ લોન્ચ કરવામાં આવી છે, અને ટૂંક સમયમાં આખા દેશમાં ખાટી છાશ વેચાતી થઈ જશે. 

— Valamji R Humbal (@ValamjiRHumbal) May 26, 2023

કચ્છ જિલ્લાની કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની સરહદ ડેરી દ્વારા ખાટી છાશ લોન્ચ કરવામાં આવી છે. અમૂલ ખાટી છાસનું સરહદ ડેરીના ચાંદરાણી પ્લાન્ટ ખાતે અમૂલ બ્રાન્ડ અંતર્ગત ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. આ ખાટી છાશ હવે કચ્છના બજારમાં મળતી થઈ જશે. કારણ કે, કચ્છ જિલ્લાના લોકોમાં ખાટી છાશ પીવાનું પ્રમાણ સૌથી વધુ છે. તેથી અમૂલ બ્રાન્ડ દ્વારા સૌપ્રથમ કચ્છથી શરૂઆત કરવામા આવી છે. તેના બાદ ધીમે ધીમે ગુજરાતના અન્ય જિલ્લા અને બાદમાં ભારતભરમાં આ ખાટી છાશનુ વેચાણ શરૂ કરવામા આવશે. 

શું ભાવે મળશે ખાટી છાશ
અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન  વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે, ખાટી છાશ દૂધની જેમ પાઉચમાં મળશે. 400 એમએલ પાઉચ 10 રૂપિયામાં મળશે. આજે 27 મેથી આ ખાટી છાશ માર્કેટમાં વેચાવાની શરૂઆત કરાશે. 

આ ઉપરાંત અમૂલ મસાલા છાસ 340ml ના પેકમાં પણ આજથી ચાંદરણી પ્લાન્ટ ખાતે પેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જે  પ્રતિ પેક રૂપિયા 11માં આવતી કાલથી બજારમાં ઉપલબ્ધ થશે. આ પ્રસંગે સરહદ ડેરીના જનરલ મેનેજર નીરવ ગૂસાઈ, અમૂલ ફેડરેશનના અધિકારી અમીરકુમાર, ધવલ ભાટેસરા, પ્લાન્ટ મેનેજર નીલેશ જાલમકર, હાર્દિક કટારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news