કરફ્યૂ બાદ AMC એક્ટિવ થયું, માસ્ક ન પહેરાનારાઓ પાસેથી દંડ વસૂલવાનો શરૂ કરાયો

કરફ્યૂ બાદ AMC એક્ટિવ થયું, માસ્ક ન પહેરાનારાઓ પાસેથી દંડ વસૂલવાનો શરૂ કરાયો
  • આજે માર્કેટમાં અનેક લોકો માસ્ક વગર ફરતા દેખાયા હતા. જેનો અહેવાલ ઝી 24 કલાક પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. આવામાં ઝી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી. અહેવાલ બાદ તંત્ર દોડતું જોવા મળ્યું

ગૌરવ પટેલ/અમદાવાદ :અમદાવાદમાં 57 કલાકનું કરફ્યૂ લગાવાયું છે. રાત્રે 9 થી સવારે 6 દરમિયાન કરફ્યૂ રહેશે. ગુજરાતમાં ફરીથી લોકડાઉનની સ્થિતિ આવશે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવા માટે પણ ફાફા પડશે તે બીકે અમદાવાદમાં આજે સવારથી જ માર્કેટમાં ભીડ ઉમટી પડી છે. ત્યારે આવામાં કોરોના સંક્રમણ ફરીથી ફેલાય તેવી બીક લાગી રહી છે. તો આજે માર્કેટમાં અનેક લોકો માસ્ક વગર ફરતા દેખાયા હતા. જેનો અહેવાલ ઝી 24 કલાક પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. આવામાં ઝી 24 કલાકના અહેવાલની અસર જોવા મળી. અહેવાલ બાદ તંત્ર દોડતું જોવા મળ્યું. અમદાવાદનું જમાલપુર શાક માર્કેટ અને ફૂલ બજાર ખાલી કરવાની કામગીરી શરૂ કરાઈ. તો સાથે જ Amc હાલ ભીડને કન્ટ્રોલ કરવા કામગીરી કરી રહી છે, સાથે જ માસ્ક ન પહેરનારા પાસેથી દંડ વસૂલી રહ્યાં છે. 

આ પણ વાંચો : ગુજરાતમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન વિશે CM રૂપાણીનું મોટું નિવેદન

માસ્ક વગરનાને 1000નો દંડ 
અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધતા amc તંત્રએ લાલ આંખ કરી છે. શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરાઈ છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે શહેરભરમાં ચેકિંગ શરૂ કર્યું છે. તો સાથે જ માસ્ક પહેર્યા વગર ફરતા વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવાનું શરૂ કરાયું છે. નેગેટિવ રિપોર્ટ આવતા રૂ.1000 નો દંડ કરાઈ હ્યો છે. સાથે જ જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો તુરંત હોસ્પિટલમાં દાખલ કરી દેવાશે. અમદાવાદમાં માસ્ક મામલે બેદરકાર રહેતા લોકોને સીધા કરવા ખાસ કાર્યવાહી કરાઈ છે. 

ગાંધીનગરમાં પણ માસ્ક માટે દંડાવાળી
ગાંધીનગરમા પણ માસ્ક ન પહેરાનારા સામે કાયદો સખત કરાયો છે. ગાંધીનગરમાં પણ જો નિયમોનુ પાલન નહિ કર્યુ તો કાર્યવાહી કરાશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો જ્યાં અભાવ દેખાશે ત્યા પોલીસ કાર્યવાહી કરશે. મોલ, રેસ્ટોરન્ટ કે ગાર્ડનમાં પણ ભીડ દેખાશે તો તંત્ર દ્વારા તેને તાત્કાલિક બંધ કરવામાં આવશે તેવી ગાંધીનગરના પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news