તાત્કાલિક કોરોના રિપોર્ટ આપી શંકાસ્પદને ટ્રેસ કરવાની રણનીતિ પર AMC એ કર્યું ફોકસ

તાત્કાલિક કોરોના રિપોર્ટ આપી શંકાસ્પદને ટ્રેસ કરવાની રણનીતિ પર AMC એ કર્યું ફોકસ
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અનેક વિસ્તારોમાં ડોમ બનાવી કોરોના ટેસ્ટિંગ પોઇન્ટ ઉભા કરાયા.
  • AMC આખરે ફરી એકવાર ટ્રેસિંગ થિયરી પર મજબૂતાઈથી કામે લાગ્યું.
  • કર્ણાવતી ક્લબની સામે આવેલ ખાણીપીણી બજાર સીલ કરવામાં આવ્યું

અતુલ તિવારી/અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર હાલ કોરોનાનું સૌથી મોટુ એપિ સેન્ટર બન્યું છે. પશ્ચિમ ભાગના અનેક વિસ્તારોમાં કોરોના (corona virus) નો ફફડાટ ફેલાઈ ગયો છે. ત્યારે એએમસી (AMC) નું તંત્ર ફરી એક્ટિવ થયું છે. અમદાવાદ (Ahmedabad) માં વધુમાં વધુ લોકોના કોરોના ટેસ્ટ થાય એ માટે પ્રયાસ શરૂ કરાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અનેક વિસ્તારોમાં ડોમ બનાવી કોરોના ટેસ્ટિંગ પોઇન્ટ ઉભા કરાયા છે. અમદાવાદના મુખ્ય ચારરસ્તાઓ કે ક્યાં જ્યાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે તેવા સ્થળોએ ચેક પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. 

PPE કીટ સાથે તૈનાત ટીમ દ્વારા શંકાસ્પદ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. વિનામૂલ્યે ટેસ્ટ કરી તાત્કાલિક કોરોના રિપોર્ટ આપી શંકાસ્પદ વ્યક્તિને ટ્રેસ કરવાની રણનીતિ પર તંત્રએ ફોકસ કર્યું. અખબારનગર ક્યાં જ્યાં મોટી સંખ્યામાં રોજ સવારે લોકો એકઠા થાય છે, તેમના પણ રેન્ડમ ટેસ્ટિંગ શરૂ કરાયા છે. AMC આખરે ફરી એકવાર ટ્રેસિંગ થિયરી પર મજબૂતાઈથી કામે લાગ્યું છે. 

તો બીજી તરફ, Amc સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા મોટી કામગીરી કરવામાં આવી છે. કર્ણાવતી ક્લબની સામે આવેલ ખાણીપીણી બજાર સીલ કરવામાં આવ્યું છે. કર્ણાવતી કલબ સામે આવેલ માર્કેટ અને ખાણીપીણીની અનેક દુકાનો સીલ કરાઈ છે. કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હોવાથી સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરાઈ છે. 

અમદાવાદમાં કુલ 378 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન

Amc માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની નવી યાદી જાહેર ગઈકાલે જાહેર કરાયે છે. જોકે, માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર મામલે amc ની નંબર ગેમ યથાવત છે. કન્ટાઇનમેન્ટ યાદીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં ઠેરઠેર કોરોના કેસનો રાફડો ફાટ્યો હોવા છતા માત્ર 20 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટની યાદીમાં મૂકાયા છે. અગાઉના 23 વિસ્તારો રદ્દ કરવામાં આવ્યા છે. આમ, શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 378 પર પહોંચી ગઈ છે. વધતા કેસની સામે માઈક્રો કન્ટેઇનમેન્ટ સંખ્યા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news