આજે રવિવારે રાજ્યની તમામ RTO ઓફિસ ખુલ્લી, સાંજે આટલા વાગ્યા સુધી કરાવી શક્શો તમારા કામ

આજે રાજ્યભરના તમામ RTO કાર્યરત છે. ટ્રાફિકના નવા કાયદા (Motor Vehicle Act 2019)ના અમલ બાદ RTO કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. લાયસન્સની પ્રક્રિયા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે અરજદારો માટે આજે રજાના દિવસે પણ રાજ્યભરની તમામ RTO કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અરજદારો તમામ પ્રકારની કામગીરી કરાવી શકશે. RTO કચેરીમાં લાંબી લાઈનના કારણે અરજદારો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેને લઈને હવે અમદાવાદ RTOની કામગીરીના સમયમાં પણ વધારો કરી સવારે 1 કલાક અને સાંજે 1 કલાક વધુ કાર્યરત રહેશે. જેથી RTO ઓફિસ સવારે 10.30ની બદલે હવે 9.30 કલાકે ખુલી ગઈ હતી. અને સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. 
આજે રવિવારે રાજ્યની તમામ RTO ઓફિસ ખુલ્લી, સાંજે આટલા વાગ્યા સુધી કરાવી શક્શો તમારા કામ

અમદાવાદ :આજે રાજ્યભરના તમામ RTO કાર્યરત છે. ટ્રાફિકના નવા કાયદા (Motor Vehicle Act 2019)ના અમલ બાદ RTO કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. લાયસન્સની પ્રક્રિયા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે અરજદારો માટે આજે રજાના દિવસે પણ રાજ્યભરની તમામ RTO કચેરી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અરજદારો તમામ પ્રકારની કામગીરી કરાવી શકશે. RTO કચેરીમાં લાંબી લાઈનના કારણે અરજદારો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેને લઈને હવે અમદાવાદ RTOની કામગીરીના સમયમાં પણ વધારો કરી સવારે 1 કલાક અને સાંજે 1 કલાક વધુ કાર્યરત રહેશે. જેથી RTO ઓફિસ સવારે 10.30ની બદલે હવે 9.30 કલાકે ખુલી ગઈ હતી. અને સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે. 

બનાસકાંઠા : બાઈકની લક્ઝરી સાથે ટક્કરમાં ત્રણ સગાભાઈના મોત, સાથે કામ પર જવા નીકળ્યા હતા 

રાજ્યભરમાં આજે રવિવારે પણ RTO કચેરી ખુલ્લી રહી છે. ટ્રાફિકના નવા કાયદા પછી લાયસન્સ, નવી નંબર પ્લેટ અને આરસી બુક બદલાવવા વાહનધારકોને પડતી હાલાકીનો ઉકેલ લાવવા આજે રવિવારની રજામાં પણ તંત્ર કામે લાગ્યું છે. મોટર વ્હીકલ એક્ટ 2019 તથા અન્ય નિયમોના કારણે જાહેર જનતામાં લાયસન્સ, આર.સી. બુક, પી.યુ.સી, એચ.એસ.આર.પી. નંબર પ્લેટ વિગેરે બાબતે હવે ધીરે ધીરે લોકોમાં અવેરનેસ આવી રહી છે. આ પ્રકારની અરજીઓનો નિકાલ કરાવવા તથા સેવા મેળવવા નાગરિકોએ વધુ સમય આપવો પડે છે. તેથી નાગરિકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા રવિવારે આરટીઓ ઓફિસ આજે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. 

જોકે, આજના દિવસે ડ્રાઈવીંગ લાયસન્સ સંબંધિંત લર્નીંગ લાયસન્સ(LL), ડ્રાઈવીંગ લાયસન્સ(DL), લાયસન્સ રીન્યુઅલ અને રી-ટેસ્ટ અને હયાત લાયસન્સના વર્ગમાં ઉમેરો કરવાની સેવાઓ આપવામાં આવશે નહિ તેવું વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા અગાઉથી જાહેર કરવામાં આવ્યું હતું. 

7 વર્ષ જૂની તસવીરમાં સુહાના, અનન્યા અને શનાયાને તમે ઓળખી નહિ શકો એની ગેરેન્ટી

વાહનવ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ ટ્રાફિકના નિયમોને લઈને પત્રકાર પરિષદમાં જાહેરાત કરતા જણાવ્યું કે, નવા નિયમોના અમલીકરણ માટે સરકારે જે જાહેરાત કરી છે, અને સમાજ જીવન દ્વારા જે રજૂઆત કરાઈ રહી છે, તેને લઈને હકારાત્મક નિર્ણય લેવાયો છે. મોટર વ્હીકલ એક્ટને લાગુ કરવાની મુદત 15 ઓક્ટોબર સુધી વધારાઈ છે. હેલ્મેટ ઉપલબ્ધ નહીં થાય એ વાતને હકારાત્મક લઈને ૧૫ ઓકટોબર સુધીની મુદત લંબાવવામાં આવી છે. પીયુસી સેન્ટરની રજૂઆત મામલે સમયમર્યાદા 15 દિવસ વધારાઈ છે. પીયુસી સેન્ટર જલ્દીથી ખૂલે તે માટે ઝડપથી ટેન્ડર પ્રોસેસ કરીને નવા 150 પીયુસી સેન્ટર ખૂલે તે માટે ઝડપી પ્રયાસો કરાશે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news