આ ઘટના વાંચી થથરી જશો! કેનાલમાં ન્હાતા ગયેલો અક્ષય તણાયો, મિત્રોનીએ ઘટના છુપાવી, 12 દિવસે ભાંડો ફૂટ્યો

શહેરના કિશનવાડી આવાસમાં રહેતા ઠાકોર પરિવારનો યુવાન અક્ષય ઠાકોર મિત્રો સાથે શહેરના સમા કેનાલમાં નાહવા માટે ગયા હતા. અક્ષય ઠાકોરની સાથે નાહવા ગયેલા પાંચ યુવાનો દ્વારા પરત ફરીને આવેલ બાદ પરિવારને અક્ષય ઠાકોર કેટરિંગના કામેથી ગયા હોવાને વિગતો જણાવવામાં આવી હતી.

આ ઘટના વાંચી થથરી જશો! કેનાલમાં ન્હાતા ગયેલો અક્ષય તણાયો, મિત્રોનીએ ઘટના છુપાવી, 12 દિવસે ભાંડો ફૂટ્યો

જયંતિ સોલંકી/વડોદરા: શહેરના કિશનવાડી નુર્મ આવાસમાં છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારનો યુવાન ગુમ થયો હતો. પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરતા વારસિયા પોલીસે યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે છેલ્લા 12 દિવસ બાદ યુવાનનો મૃતદેહ શહેરના નજીક આવેલા અંકોડિયા ગામની નર્મદા કેનાલ માંથી મળી આવતા ચકચાર પામવા આવ્યું છે.

શહેરના કિશનવાડી આવાસમાં રહેતા ઠાકોર પરિવારનો યુવાન અક્ષય ઠાકોર મિત્રો સાથે શહેરના સમા કેનાલમાં નાહવા માટે ગયા હતા. અક્ષય ઠાકોરની સાથે નાહવા ગયેલા પાંચ યુવાનો દ્વારા પરત ફરીને આવેલ બાદ પરિવારને અક્ષય ઠાકોર કેટરિંગના કામેથી ગયા હોવાને વિગતો જણાવવામાં આવી હતી. પરંતુ નવ દિવસ થઈ ગયા હોવા છતાં પણ યુવાનની કોઈપણ જાણ ન થતા પરિવારે વારસિયા પોલીસ સ્ટેશનમાં યુવાન અક્ષય ઠાકોરને ગુમ થયા હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. 

પોલીસે વધુ તપાસ કરતા તેમજ યુવાનના મિત્રોને વધુ પૂછપરછ કરતા યુવાન અક્ષય ઠાકોર નાવા જતા નર્મદા કેનાલમાં ડૂબી જવા હોવાની વિગતો બહાર આવી હતી. બીજી તરફ યુવાનો મતે તણાઈને શહેર નજીક આવેલા અંકોડિયા ગામને કેનાલમાં ગ્રામ્ય પોલીસને મળી આવ્યો હતો. તે કમ્પોઝ થયેલી ડેથ બોડીના કારણે ઓળખ માટે ગ્રામ્ય પોલીસે ડીએનએ સ્ટેટ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

આજરોજ પરિવાર દ્વારા વારસિયા પોલીસ ઉપર પણ ગંભીર રાક્ષેપો કરવામાં આવ્યા હતા. જે પ્રકારે પોલીસની નબળી કામગીરી પર પરિવારે આક્ષેપ કર્યા હતા કે ચૂંટણી પ્રક્રિયાના વ્યસ્ત પોલીસે યુવાનની વહેલી શોધ કોડ કરવામાં આવી ન હતી. પોલીસ દ્વારા પરિવારને પણ યુવાનની ગુમ થયા હોવાને ફરિયાદ સાતથી આઠ દિવસ બાદ લેવામાં આવી હતી. પોલીસે વહેલી તકે ફરિયાદ નોંધે યુવાની શોધખોડ કરી ન હતી પરિવારે યુવાનના મૃત્યુ મામલે શંકા વ્યક્ત કરી છે ત્યારે પરિવારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી.

યુવાનો મૃતદેહ નજીક આવેલા અંકોડિયા ગામની નર્મદા કેનાલમાંથી ડી કમ્પોઝ થયેલી હાલતમાં મળી આવ્યો હતો. ગ્રામ્ય પોલીસ દ્વારા મૃતદેહને ઓળખ માટે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે વારસિયા પોલીસ  દ્વારા પણ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.  જે દરમિયાન યુવાન અક્ષય ઠાકોર હોવાનું વિગતો બહાર આવી છે. જેથી પરિવારને પણ ઓળખ માટે બોલાવવામાં આવ્યા હતા.

અક્ષય ઠાકોર શહેરની સમા કેનાલમાં મિત્રો સાથે નાહવા માટે ગયો હતો. નાહવા ગયેલ યુવાન ડૂબી જતા તેનું મોત નીપ્ચું હતું. ત્યારે પોલીસે શહેરના વિસ્તારના સીસીટીવીની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં યુવાન અક્ષય ઠાકોર તેના બીજા પાંચ મિત્રો સાથે નાહવા ગયેલ હોવાની વિગતો બહાર આવી છે.

બીજી તરફ સીસીટીવીમાં તે પણ જોવા મળ્યું હતું કે છ પૈકી પાંચ યુવાનો પરત પણ ફરેલ છે, ત્યારે સગીર વયના યુવાનો ભયભીત થઈ જતા પરિવારને કેટરિંગના કામે અક્ષય ગયો હોવાની વિગતો બતાવી ગુમરાહ કરવામાં આવ્યો હતો. જેને લઇને સગીર વયના યુવાનો હોવાથી પોલીસ તેમજ પરિવારને ગુમરાહ કરવાના ગુનામાં જુવેનાઇલમાં આવેલ કાયદા કાનુન અનુસાર જે કાર્યવાહી છે તે કરવામાં આવશે સમગ્ર મામલે જાણવા મળ્યું હતું કે નાહવા ગયેલ અક્ષય ઠાકોર ડૂબી જતા તેનું મૃત્યુ થયું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news