મધર્સ ડેના દિવસે ઈચ્છા મૃત્યુ માગવા મજબૂર બન્યો પથારીવશ દીકરો, 88 વર્ષના માતા કરે છે ચાકરી

અસાધ્ય રોગથી કંટાળીને અમદાવાદના એક આધેડ વ્યક્તિએ સરકાર પાસેથી ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે. છેલ્લાં 28 વર્ષથી પથારીવશ હોવાથી કંટાળેલા શખ્સે વડાપ્રધાન સુધી ઈચ્છા મૃત્યુ માટે દરવાજા ખખટાવ્યા છે. તેમણે વડાપ્રધાન સહિત તંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર બેસતા લોકો સામે પણ ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગતો પત્ર પાઠવ્યો છે. 
મધર્સ ડેના દિવસે ઈચ્છા મૃત્યુ માગવા મજબૂર બન્યો પથારીવશ દીકરો, 88 વર્ષના માતા કરે છે ચાકરી

અતુલ તિવારી/અમદાવાદ :અસાધ્ય રોગથી કંટાળીને અમદાવાદના એક આધેડ વ્યક્તિએ સરકાર પાસેથી ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે. છેલ્લાં 28 વર્ષથી પથારીવશ હોવાથી કંટાળેલા શખ્સે વડાપ્રધાન સુધી ઈચ્છા મૃત્યુ માટે દરવાજા ખખટાવ્યા છે. તેમણે વડાપ્રધાન સહિત તંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર બેસતા લોકો સામે પણ ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગતો પત્ર પાઠવ્યો છે. 

અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 50 વર્ષીય રવિ નાગર તેમની માતા સાથે રહે છે. તેમની માતા લીલાબેનની ઉંમર 88 વર્ષ છે. વિકાંત છેલ્લા 28 વર્ષથી મોટર ન્યુરો ડિસીઝ નામના રોગથી પીડાઈ રહ્યા છે. આ બીમારી અસાધ્ય પ્રકારની બીમારી ગણાય છે, જેમાં ધીમી ગતિએ શરીરના એક-એક અંગ કામ કરતા બંધ થાય છે. તેમાં લકવાની અસર થાય છે. રવિ નાગર 21 વર્ષની ઉંમરના હતા ત્યારે અચાનક પગની બહેરાશથી શરુ થઈ ગઈ હીત. જેના બાદ તેમના બંને પગ લકવાગ્રસ્ત થઈ ગયા છે. આ રોગના કારણે હવે તેમનાં કરોડરજ્જુ ધીરેધીરે કામ કરતા બંધ થઇ ગયા છે. અન્ય કોઈ વ્યક્તિની મદદ વગર રવિ પથારીમાં પડખું પણ ફરી નથી શકતા. 

તો બીજી તરફ, તેમના માતા લીલાબેન છે, જેઓ આજદિન સુધી દીકરાની ચાકરી કરી રહ્યાં છે. લીલાબેન ઓછુ સાંભળે છે, તેમ છતાં દીકરાની ચાકરીમાં ક્યાંય કચાશ રાખતા નથી. જે વૃદ્ધ માતાની ઘડપણમાં લાકડીનો ટેકો બનીને સેવા કરવાની હોય તેવા સમયે તેઓ રવિની અસાધ્ય બીમારીની સેવા ચાકરી ઘરડી માતા આજે અવિરત કરી રહ્યા છે. પોતાની બીમારીથી કંટાળીને રવિ નાગરે સરકાર પાસેથી ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે. અસંખ્યવાર તબીબો અને અનેક હોસ્પિટલોમાં આ અંગેની તપાસ કરાવી ચૂકેલા અને તે રોગનું કોઈ નિદાન ના થઈ શકતા મેડિકલ સાયન્સ માટે પડકારજનક કહી શકાય તેવા રોગથી હારી જઈને રવિએ તંત્ર સમક્ષ આ અંગેની પરવાનગી માંગી છે. 

મદદે દોડ્યા લોકો 
28 વર્ષથી પથારીવશ રવિ નાગરની ઇચ્છા મૃત્યુની માગનો મામલો હવે લોકો સુધી પહોંચતા અનેક લોકો તેમની મદદે આવ્યા છે. મણિનગરના ધારાસભ્ય સુરેશ પટેલે પણ પોતાના પ્રતિનિધિને તેમના ઘરે મોકલ્યા હતા અને તમામ સરકારી મદદ કરવાની તૈયારી દર્શાવી હતી. તેમના પ્રતિનિધિ નટુ પટેલે જણાવ્યું કે, તેમનું મા કાર્ડ, આયુષમાન કાર્ડ બને તેવું કરીશું. તેથી પરિસ્થિતિનો તાગ મેળવવા હું અહીં પહોંચ્યો છું. તો બીજી તરફ કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખે નાગર પરિવારને 22,000 ની સહાય કરાઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news