મલિકનો સપાટો! અમદાવાદ પોલીસતંત્રમાં ધરખમ ફેરફારો, 51 પોલીસ ઈન્સ્પેક્ટરોને બદલી કાઢ્યા

Ahmedabad police : અમદાવાદ શહેર પોલીસ બેડામાં આંતરિક બદલીનો દૌર શરૂ થયો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરના 51 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે. તોડકાંડમાં નામ બદનામ થયા બાદ આજે પોલીસ કમિશ્નરે સામૂહિક બદલીઓનો ધાણવો કૂટ્યો છે. 

મલિકનો સપાટો! અમદાવાદ પોલીસતંત્રમાં ધરખમ ફેરફારો, 51 પોલીસ ઈન્સ્પેક્ટરોને બદલી કાઢ્યા

ઝી ન્યૂઝ / અમદાવાદ: અમદાવાદમાં નવા પોલીસ કમિશ્નર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ જીએસ મલિકે આજે પોલીસતંત્રમાં ધરખમ ફેરફારો કર્યા છે. પોલીસ સ્ટેશનથી લઈને એજન્સીઓમાં પણ ચાર્જ સંભાળીને બેઠેલા પોલીસ ઈન્સપેક્ટરોની સામૂહિક બદલી કરી દીધી છે. આજે એક સાથે 51 પીઆઈની બદલીના આદેશો જાહેર થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. 

અમદાવાદ પોલીસના ચર્ચાસ્પદ બનેલા તોડકાંડ બાદ હાઈકોર્ટે પણ સુઓમોટો લેતાં પોલીસ કમિશ્નરે એક પણ પોલીસ સ્ટેશનને બાકાત રાખ્યું નથી. સોલાથી સરખેજ, એલિસબ્રિજ, ચાંદખેડા, સાયબરક્રાઈમ અને ટ્રાફિકમાં મોટાપાયે બદલીઓ કરી દેવાઈ છે. અડધી રાતે ઘરે જતા ભાજપના પૂર્વ ધારાસભ્યના ભાઈને ખખડાવીને 60 હજાર રૂપિયા પડાવી લેવાના કેસ બાદ અમદાવાદ પોલીસનું નામ ખરડાતાં આજે મોટા નિર્ણયો લેવાયા છે. આજના આ ઓર્ડર બાદ કહીં ખુશી કહીં ગમનો માહોલ છે. મલિકે એક ઝાટકે 51 પીઆઈની બદલીનો ધાણવો કૂટતાં પોલીસતંત્રમાં આજે દિવસભર આ બદલીઓ ચર્ચામાં રહી છે.

  • અમદાવાદના પોલીસ તંત્રનો ગંજીપો ચીપતા પોલીસ કમિશનર જીએસ મલિક..
  • શહેરના 51 પોલીસ ઇન્સ્પેક્ટરની કરી બદલી
  • લિવરિઝર્વ માં રહેલા 28 ઇન્સ્પેક્ટરને આપી નિમણુક..
  • 150 ઇન્સ્પેક્ટરના સ્ટ્રેંથમાં ત્રીજા ભાગના ઇન્સ્પેક્ટરો બદલીના હુકમોમાં આવી ગયા..
  • ત્રણ વર્ષથી એક જ સ્થાન ઉપર ચીટકી ગયેલા ઇન્સ્પેક્ટરોની વિદાય..
  • હવે ફોજદારની બદલીનો લીથો બહાર પડશે

રક્ષાબંધન પહેલા બહેનોને સરકારે આપી મોટી ભેટ, એલપીજી સિલિન્ડરના ભાવમાં કર્યો ઘટાડો

મહત્વનું છે કે, અમદાવાદ શહેર પોલીસ બેડામાં આંતરિક બદલીનો દૌર શરૂ થયો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરના કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે. શહેરના 51 પોલીસ ઇન્સ્પેક્ટરની ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. વહીવટી કારણોસર આ બદલી કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા 51 પી.આઇ.ની બદલી કરવામાં આવી છે. સોલા પીઆઈ જેબી અગ્રવાતને કે ટ્રાફિકમાં મોકલી દેવાયા છે. એમની જગ્યા પર આર. એચ સોલંકીને સોલા પોલીસનો હવાલો સોંપાયો છે. વી જે જાડેજાને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બદલી કરી દેવાઈ છે. ચૌધરીને વાસણામાંથી પીસીબીમાં ખસેડાયા છે. એલીસબ્રિજ પોલીસ સ્ટેશનના બીજી ચેતરીયાને ખસેડી એફ ટ્રાફિકમાં મોકલી દેવાયા છે. હાલમાં કંટ્રોલ રૂમમાં ચાર્જ સંભાળતા જે.પી. જાડેજાને સીપી રીડર જેવી ક્રિમ પોસ્ટ મળી છે. 

જાણો કોની ક્યા બદલી કરાઇ

No description available.

ક્રાઈમ બ્રાન્ચમાંથી એમએમ સોલંકીને ખસેડીને સરખેજનો ચાર્જ સોંપાયો છે. જીએસ મલિક નવા સીપી બન્યા બાદ મોટાપાયે પોલીસ તંત્રમાં ફેરફાર થશે એ નક્કી હતું. એમાંયે તોડકાંડમાં અમદાવાદ પોલીસતંત્રનું નામ બદનામ થાય એ પહેલાં પોલીસે આ મામલે ફરિયાદ નોંધાવી તાત્કાલિક કાર્યવાહી કરી છે. મલિકે ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર મોટો નિર્ણય લીધો છે. અત્યારસુધીમાં કંટ્રોલરૂમમાં જવાબદારી નિભાવતા પોલીસ ઇન્સપેક્ટરોને મોટાપાયે એજન્સી અને પોલીસ સ્ટેશનનો ચાર્જ સોંપાયો છે. રખિયાલ, બાપુનગર, અમરાઈવાડી, કાગડાપીઠ અને ક્રાઈમ બ્રાન્ચના નવા પીઆઈ જોવા મળે તો નવાઈ ના પામતા કારણ કે આજે પોલીસ સ્ટેશનમાં મોટા ફેરફારો થયા છે. 

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news