અમદાવાદ પોલીસે જાહેર કર્યો whatsapp નંબર, કડક અમલ માટે આ લોકોની માંગી મદદ
સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનાર લોકો સામે પોલીસ ખાસ નજર રાખી રહી છે અને એવા લોકો સામે કાર્યવાહી કરી રહી છે. નોંધનીય છે કે અમદાવાદીઓની ડિમાન્ડને લઈ શહેર પોલીસ દ્વારા એક whatsapp નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે અને જે નંબર 6359627500 છે.
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: નોવેલ કોરોના વાયરસને લઈ દેશભરમાં લોકડાઉન દ્વારા અને ડોકટરની ટીમો ખડેપગે રહી લડત લડી રહ્યા છે. અને કઈ રીતે કોરોના સામે જંગ જીતી શકીએ તે માટે તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. જોકે અમદાવાદ શહેર પોલીસ દ્વારા દિવસે ને દિવસે કડક કાર્યવાહી કરવા સૂચન પણ કરવામાં આવ્યું છે. ત્યારે સોશિયલ મીડિયાના વધુ 123 એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને કાયમી બંધ કરવા રિપોર્ટ કરવામાં આવ્યો છે. સાથે જ સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં વધુ 2 ફરિયાદ દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનાર લોકો સામે પોલીસ ખાસ નજર રાખી રહી છે અને એવા લોકો સામે કાર્યવાહી કરી રહી છે. નોંધનીય છે કે અમદાવાદીઓની ડિમાન્ડને લઈ શહેર પોલીસ દ્વારા એક whatsapp નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે અને જે નંબર 6359627500 છે. જેમાં પબ્લિક પોલીસની મદદ પણ કરી શકાશે. આ નંબર પર કોઈ પણ વ્યક્તિ જાહેરનામાનું ભંગ કરતો હોય તેવા લોકોના વિડીયો, ફોટો અને ગેધરિંગ કરતા લોકો વિષે પોલીસને માહિતી મોકલી શકશે.
અમદાવાદ પોલીસ આ મોબાઈલ નંબર 24 કલાક કાર્યરત રાખશે અને જે માટે કંટ્રોલ રૂમમાં 8-8 કલાક માટે 3 શિફ્ટમાં પોલીસ કર્મચારી મુકવામાં આવશે. આ સાથે પોલીસે એવા લોકોને પણ સૂચના કરી છે કે જે લોકો પાસે ડ્રોન હોય તે લોકો પોલીસનો સંપર્ક કરે અને જેથી તે ડ્રોનથી વધુ કાર્યવાહી કરી શકાય. હાલ તો જે રીતે અમદાવાદમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. તે જોતા પોલીસે વધુ કડક કાર્યવાહી થશે. આ સાથે અત્યાર સુધી પોલીસે કરેલીની વિગત નીચે મુજબ છે.
- અત્યાર સુધીમાં 2586 ગુના નોંધી 7 હજારથી વધુની અટકાયત કરવામાં આવી છે.
- ગઈકાલે 360 ગુના નોંધી 845 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
- એપેડેમીક ડીસીઝ એકટ મુજબ 38 ગુના નોંધાયા અને કુલ 104 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
- ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ 2 ગુના નોંધી 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
- ડ્રોન દ્વારા 29 ગુના નોંધી 91થી વધુ લોકોને પકડ્યા છે.
- ગઈકાલે 372વાહનો ડિટેઇન કરી રૂપિયા 6.30 લાખ દંડ વસુલ્યો છે.
- 123 એકાઉન્ટ સોશિયલ મીડિયાના રદ કરવા રિપોર્ટ કરી 2 ગુના સાઇબર ક્રાઇમે નોંધ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે