ડ્રેસકોર્ડનું નવું કોકડું; વિદ્યાર્થીઓની જેમ હવે અમદાવાદના શિક્ષકોએ પણ પહેરવો પડશે યુનિફોર્મ!

તાજેતરમાં સામે આવેલા અહેવાલ મુજબ, ગુજરાતના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવતી શાળાઓમાં વિદ્યાર્થીઓની જેમ શિક્ષકોને પણ ડ્રેસ મળશે. જી હા... આ અંગે માહિતી મળી છે કે આ નિર્ણયને લઈને દિશા નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. 

ડ્રેસકોર્ડનું નવું કોકડું; વિદ્યાર્થીઓની જેમ હવે અમદાવાદના શિક્ષકોએ પણ પહેરવો પડશે યુનિફોર્મ!

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતના અમદાવાદમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં સામે આવેલા અહેવાલ મુજબ, ગુજરાતના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવતી શાળાઓમાં વિદ્યાર્થીઓની જેમ શિક્ષકોને પણ ડ્રેસ મળશે. જી હા... આ અંગે માહિતી મળી છે કે આ નિર્ણયને લઈને દિશા નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. 

અહેવાલ અનુસાર વર્ષ 2024-25 માટે 1094 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક સમાન ડ્રેસ કોડ રાખવાનો મુદ્દો પણ સામેલ છે. ટૂંક સમયમાં શિક્ષકો અને અન્ય લોકોની એક કમિટી બનાવવામાં આવશે અને ડ્રેસ કોડ અંગે નિર્ણય લેશે.

તમને જણાવી દઈએ કે કમિટીમાં શિક્ષણ અધિકારીઓથી લઈને શાળાના શિક્ષકો અને અન્ય સ્ટાફ માટે એક સમાન ડ્રેસ કોડ તૈયાર કરવામાં આવશે. જ્યારે, 1094 કરોડ રૂપિયાના બજેટમાંથી 947 કરોડ રૂપિયા શિક્ષકો અને કર્મચારીઓના પગાર પર ખર્ચવામાં આવશે. જ્યારે બાકીની 147 કરોડની રકમ વિદ્યાર્થીઓના વિકાસ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ પાછળ ખર્ચવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news