અમદાવાદના આ 27 રોડ આવતીકાલે 20 જુને બંધ રહેશે, રથયાત્રાને કારણે અપાયું ડાયવર્ઝન
Rathyatra 2023 : આવતીકાલે જગન્નાથની 146મી રથયાત્રા અમદાવાદમાં નીકળશે.. આ માટે 27 માર્ગોને અપાયું ડાયવર્ઝન... જાણો આવતીકાલે મંગળવારે કયા-કયા રસ્તાઓ રહેશે બંધ
Trending Photos
Ahmedabad Police : અમદાવાદમાં 146 મી રથયાત્રા માટે રંગેચંગે તૈયારીઓ ચાલી રહી છે. 20 જુનના રોજ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે. ત્યારે હાલ રથયાત્રા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આવામાં રથયાત્રામાં સુરક્ષા રાખવી પણ મોટી જવાબદારી છે. રથયાત્રાને પગલે અમદાવાદ પોલીસ દ્વારા સુરક્ષાને લઈને રિહર્સલ કરવામાં આવ્યુ હતું. જેના બાદ અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના દિવસે કયા કયા રસ્તાઓ બંધ રહેશે તેનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. તેથી જો તમે 19 અને 20 જુનના રોજ અમદાવાદમાં બહાર નીકળવાના હોય તો આ જાહેરનામુ ધ્યાનથી જોઈ લેજો. અનેક રસ્તાઓ બંધ રહેવાના છે.
અમદાવાદ પોલીસ દ્વારા 19 અને 20 જુન માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યુ કે, આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ -33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને તા.19/6/2023 ના કલાક 00.00 થી તા. 20/06/2023ના રોજ નીકળનાર રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સીધી કરવાનો રહેશે.
આટલા રોડ પર ડાયવર્ઝવન આપ્યું ?
- ખમાસા ચાર રસ્તા રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
- જમાલપુર ચાર રસ્તા બંધ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
- આસ્ટોડિયા દરવાજાનો રસ્તો રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
- રાયખડ ચાર રસ્તા પણ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
- આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલનો રસ્તો 4.30 વાગ્યા સુધી બંધ
- સાળંગપુર સર્કલ અને સરસપુર સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
- કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
- પ્રેમ દરવાજા અને દરિયાપુર દરવાજા સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
- દિલ્હી ચકલાનો રસ્તો પણ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
- દિલ્હી ચકલા અને શાહપુર દરવાજા સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
- શાહપુર ચકલા અને રંગીલા ચોકી સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
- આર.સી હાઇસ્કૂલ અને ઘી કાંટા ચાર રસ્તા સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
ગુજરાતના આ શહેરમાં પનીર ખાતા પહેલા સાવધાન, નકલી પનીર સરેઆમ વેચાતુ હતું
નો પાર્કિંગ ઝોન માર્ગ/વિસ્તાર
જમાલપુર દરવાજા બહાર, જગન્નાથ મંદિર, જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા ચકલાં, (બી.આર.ટી.એસ.રૂટ સહીત), મદન પોળ ની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા ની જુની ગેટ ખાડિયા ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લસ્કરનની હવેલી, દિલ્હી ચકલા, હકીમની ખડકી, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔવતમ પોળ, આર.સી. હાઈસ્કૂલ, દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા,ચાદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઈ જગન્નાથ મંદિરસુધીનો વિસ્તાર
અમદાવાદ પોલીસ દ્વારા જણાવાયું કે, આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ -33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને તા.19/6/2023 ના કલાક 00.00 થી તા. 20/06/2023ના રોજ નીકળનાર રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સીધી કરવાનો રહેશે.
ભગવાનનો આજે સોનાવેશ
આજે રથયાત્રાના આગામી દિવસે ભગવાન જગન્નાથના સોનાવેશમાં દર્શન થાય છે. ભગવાનના સોનાવેશ દર્શન બાદ રથની પ્રતિષ્ઠા વિધિ યોજાય છે. આજે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મંદિરમાં વિશેષ આરતી કરશે. મહત્વનું છે કે, ભગવના જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી છે. અને એ પહેલા ભગવાને ભક્તોને મનમોહક સોનાવેશમાં દર્શન આપ્યા છે.એવું કહેવાય છે કે વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. સુંદર શણગાર અને સોનાના ઘરેણાથી શોભતા ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રાએ ભક્તોના મન મોહી લીધા.
ભગવાનને ચોકલેટનો રથ અર્પણ
ભગવાન જગન્નાથ નગરયાત્રાએ નીકળે તે પહેલાં તેમને ભક્તો દ્વારા અવનવી રીતે લાડ લડવામાં આવે છે. છેલ્લા 4 વર્ષથી અમદાવાદના શિલ્પાબેન ભટ્ટ ચોકલેટનો રથ ભગવાન જગન્નાથને અર્પણ કરે છે. તેઓ 10 કિલો મિલ્ક ચોકલેટમાંથી દોઢ ફૂટ ઉંચાઈ ધરાવતો અને અઢી ફૂટ લંબાઈનો રથ તૈયાર કરે છે. 2 દિવસની મહેનત બાદ ચોકલેટ રથ તૈયાર થયો છે. જેમાં આ વર્ષે ભગવાન માટે નવા રથ તૈયાર કરવામાં આવ્યા છે તે જ રીતે શિલ્પાબેન પણ નવા રથ જેવો જ ચોકલેટનો રથ બનાવી ભગવાનને અર્પણ કર્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે