અમદાવાદ ક્રાઇમબ્રાંચે મુંબઇના મોટા ડ્રગ ડિલરની ધરપકડ કરી, પત્નીને સાથે રાખી કરતો સપ્લાય

મુંબઇથી અમદાવાદની ડ્રગ્સની ડિલ કરવા આવેલા પતિ-પત્ની સહિત ત્રણ લોકોને અમદાવાર ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ઝડપાયેલો મુખ્ય આરોપી મુંબઇનો રહેવાસી બરકતઅલી રહેમતુલ્લા શેખ છે. તે અમદાવાદમાં ડ્રગ સપ્લાય કરે છે. 2019માં ક્રાઇમબ્રાંચે 61 લાખનું એમડી ડ્રગ ઝડપ્યું હતું તે બરકતઅલીનું જ હોવાનું સામે આવ્યું છે. પોલીસને શંકા ન જાય તે માટે બરકત પોતાની પત્નીને સાથે રાખતો હતો. 
અમદાવાદ ક્રાઇમબ્રાંચે મુંબઇના મોટા ડ્રગ ડિલરની ધરપકડ કરી, પત્નીને સાથે રાખી કરતો સપ્લાય

અમદાવાદ : મુંબઇથી અમદાવાદની ડ્રગ્સની ડિલ કરવા આવેલા પતિ-પત્ની સહિત ત્રણ લોકોને અમદાવાર ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ઝડપાયેલો મુખ્ય આરોપી મુંબઇનો રહેવાસી બરકતઅલી રહેમતુલ્લા શેખ છે. તે અમદાવાદમાં ડ્રગ સપ્લાય કરે છે. 2019માં ક્રાઇમબ્રાંચે 61 લાખનું એમડી ડ્રગ ઝડપ્યું હતું તે બરકતઅલીનું જ હોવાનું સામે આવ્યું છે. પોલીસને શંકા ન જાય તે માટે બરકત પોતાની પત્નીને સાથે રાખતો હતો. 

અમદાવાદના શાહપુરમાં રહેતા શાહનવાઝ ઉર્ફે શાનુ પઠાણ ડ્રગ્સનો જથ્થો પહોંચાડવાનો હતો. આરોપી શાહનવાઝ અમદાવાદમાં ડ્રગ્સ વેચવાનું મોટુ નેટવર્ક ધરાવતો હોવાનું સામે આવ્યું છે. આરોપી શાહનવાઝ ઉર્ફે શાનુ એક રાજકીય નેતા અને પોલીસ અધિકારીઓના ખાસ માણસ તરીકેની ઓળખ ધરાવે છે. જો કે મુખ્ય ડ્રગ ડિલર ફિરોઝ અને તેજાબવાલા બાદ શાહનવાઝ પણ ઝડપાઇ જતા ડ્રગ ડિલરની કાર્ટેલની કમર તુટી ચુકી છે. 

ક્રાઇમબ્રાંચના જેસીપી અજય તોમરે જણાવ્યું કે, આરોપી બરકતઅલી તેની પત્ની રુબીના અને અન્ય સાથીદાર અલી મહમંદ શેખ સાથે બાયરોડ કારમાં મુંબઇમાં ડ્રગ્સ લઇ અમદાવાદ આવ્યો હતો અને શાહઆલમની સિલ્વર સ્પ્રિંગ હોટલમાં રોકાયો હતો. પોલીસને શંકા ન જાય તે માટે તે પત્નીને સાથે રાખતો હતો. આરોપી બરકતઅલી કોને કોને ડ્રગ્સ આપતો હતો. કોને કોને આપી ચુક્યો છે તે અંગે પુછપરછ ચાલી રહી હતી. આરોપી મોટેભાગે યુવાનોમાં નાના ડિલર્સને ડ્રગ્સ સપ્લાય કરતો હોવાનું બહાર આવ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news