પટેલ દંપતી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો, લાશ સાથે એક આરોપીએ લીધી હતી સેલ્ફી
Trending Photos
- સમગ્ર લૂંટ અને હત્યાનો કાંડ દહેજ માટે ખેલાયો હતો. બહેનના લગ્ન માટે દહેજ જોઈતુ હતું, અને તે માટે રૂપિયાની જરૂર હતી. જેથી ભરત ગૌડે આખો પ્લાન બનાવ્યો હતો
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદના થલતેજ વિસ્તારમાં પટેલ દંપતીની હત્યા કરનારા તમામ આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશથી પકડાયેલા તમામ પાંચ આરોપી હાલ રિમાન્ડ પર છે. જોકે, તમામની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ પૂછપરછમાં ખૂલ્યુ કે, આરોપીએ પટેલ દંપતીના મૃતદેહ સાથે સેલ્ફી લીધી હતી. પાંચ આરોપીઓમાંથી એક આરોપીએ લોહીથી લથબથ લાશ સાથે સેલ્ફી લીધી હતી. એટલુ જ નહિ, દંપતી પાસે આરોપીએ વીડિયો બનાવ્યો હોવાનું પણ કહેવાય છે.
પટેલ દંપતીના મૃતદેહ પાસે સેલ્ફી લીધી
આરોપીઓ પૈકી નીતિન ગોડે જ્યોત્સનાબેન અને અશોકભાઈ પટેલની હત્યા કર્યા બાદ લોહીથી લથપથ તેમના મૃતદેહો પાસે છરી હાથમાં લઈ સેલ્ફી લીધી હતી. પોલીસે નીતિનનો મોબાઇલ એફએસએલમાં મોકલી આપ્યો છે. એટલુ જ નહિ, આરોપીએ મૃતદેહો સાથે વીડિયો ઉતાર્યો હોવાનું પણ કહેવાય છે. ત્યારે પોલીસ હાલ આરોપીઓના મોબાઈલ તપાસી રહી છે. જેતી વધુ પુરાવા હાથ લાગી શકે.
લૂંટના ઈરાદે પટેલ દંપતીની હત્યા કરનારા પાંચેય આરોપી પકડાઈ ગયા છે. આ પાંચ આરોપીઓમાં ભરત કમલેશ ગૌડ, નીતિન રાજેશ ગૌડ, રાહુલ ઉર્ફે ગુલું કમલેશ ગૌડ, આશિષ મુન્નેશ વિશ્વકર્મા અને બ્રીજમોહન ઉર્ફે બિરજુ ખેમરાજનો સમાવેશ થાય છે. ત્યારે પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ સમગ્ર લૂંટ અને હત્યાનો કાંડ દહેજ માટે ખેલાયો હતો. બહેનના લગ્ન માટે દહેજ જોઈતુ હતું, અને તે માટે રૂપિયાની જરૂર હતી. જેથી ભરત ગૌડે આખો પ્લાન બનાવ્યો હતો. જેમાં તેણે પોતાના સંબંધીઓને પણ સામેલ કર્યા હતા. ટીપ આપનાર ફર્નિચરના કારીગર ઉપરાંત તેના ભાઈ, બનેવી, મિત્ર સહિત 5 આરોપી ઝડપી લેવામા આવ્યા છે.
દંપતીના ઘરમાં બહેનની દહેજ માટે રૂપિયા માટે લૂંટનો પ્લાન બનાવ્યો હતો
ભરત ગૌડ એ અશોક પટેલના ઘરે સુથારી કામ કરતો હતો. ભરતના બેનના લગ્ન હોવાથી તેને પૈસાની જરૂર હતી, જે પુરી કરવા માટે ચોરીનો પ્લાન ઘડ્યો હતો. જેને કારણે તે બે દિવસથી ઘરની રેકી કરતો હતો. આરોપીઓ માનતા હતા કે હાલ નાઈટ કર્ફ્યૂ છે, તેમજ જ્યોત્સનાબેન રોજ સવારે મોર્નિગ વોક પર જતાં હતાં. આ અંગે પણ આરોપીઓને જાણ હતી. જેથી આ ઘરમાંથી જ બહેનની દહેજના રૂપિયા મળી જશે તે ઈરાદે તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ લૂંટનો પ્લાન બનાવતો ભાઈ હત્યારો બની ગયો હતો, અને આખરે હવે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. ઠંડા કલેજે અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેન પટેલની હત્યા કર્યા બાદ ચારેય આરોપી મધ્યપ્રદેશના ગ્વાલિયરના ગિઝોરા ખાતે ભાગી ગયા હતા.
ગુજરાતમાં સ્માર્ટ પોલિસીંગ આવશે
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે ગુજરાતમા વધી રહેલા ક્રાઈમ અંગે જણાવ્યું કે, સ્માર્ટ પોલિસીંગ માટે ગુજરાતના બજેટમાં જોગવાઈ કરાઈ છે. બદલાયેલા સમયમાં ટેકનોલોજી સાથે લો એન્ડ ઓર્ડર જાળવવામાં સફળતા મળે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ. 10 હજાર બોડી વોર્ન કેમેરાથી પોલીસ કર્મીઓ સજ્જ થશે. 7 હજાર કેમેરાનું સીસીટીવી નેટવર્ક પણ રાજ્યમાં ફેલાયેલું છે. અમદાવાદ શહેરમાં બોડી બોર્ન કેમેરા લાઈવ બ્રોડકાસ્ટિંગ કેમેરા પણ ઉપયોગમાં લેવાશે. પોલીસકર્મીઓ સાથે બનતી ઘટનાઓ, ક્રાઈમની ઘટનાઓ અંગે સીધી વિગતો મળશે. રેકોર્ડેડ ડેટાથી પણ ઘણો લાભ મળશે. મુશ્કેલ ક્રાઈમ ડિટેક્શનમાં પણ તેની મદદ મળશે. આવનારા દિવસોમાં આનું અમલીકરણ કરવાથી ટેક્નોલોજીનો વ્યાપક લાભ મળશે.
આ પણ વાંચો : ક્રાઈમ પેટ્રોલ કરતા પણ સનસનીખેજ કિસ્સો, ઠંડા કલેજે પ્રેમી સાથે મળીને પત્નીએ કરી પતિની હત્યા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે