Rath Yatra: પોણા 4 કલાક કરતાં ઓછા સમયમાં રથયાત્રા સંપન્ન, નિજમંદિર પહોંચ્યા રથ

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે પરિવાર સાથે તેઓએ મંગળા આરતી કરી હતી. મંદિર અને આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો.

Rath Yatra: પોણા 4 કલાક કરતાં ઓછા સમયમાં રથયાત્રા સંપન્ન, નિજમંદિર પહોંચ્યા રથ

અમદાવાદ: આજે કોરોનાના કહેર વચ્ચે શહેરમાં ભગવાન જગન્નાથ (Jagannath) ની 144મી રથયાત્રા (Rath Yatra) નિકળી હતી. ત્યારે વહેલી સવારથી જ તૈયારીઓ કરવામાં આવી હતી. કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે પરિવાર સાથે તેઓએ મંગળા આરતી કરી હતી. મંદિર અને આસપાસનો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ વિધિ કરવામાં આવશે. મંગળા આરતી (Mangla Aarti) માં રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. મંગળા આરતી બાદ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભગવાનની આંખો પરથી પાટા દૂર કરવામાં આવ્યા હતા.
No description available. 

અત્રે ઉલ્લેખનીય છે કે રથયાત્રાની પૂર્વસંધ્યાએ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે રથયાત્રાની પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતની સુખ, સમૃધ્ધિ અને વિકાસ માટે ભગવાન જગન્નાથ (Jagannath) ની કૃપા આશિષ વરસતા રહે તેવી અપીલ કરી હતી. 

Live Update
- આજે વહેલી સવારે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને ફૂલનો હાર પહેરાવી આભાર વ્યક્ત કર્યો હતો. 
- કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ પરિસરમાં જગરાજના દર્શન કરી રવાના થયા હતા. 
- મંગળા આરતી બાદ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભગવાનના નેત્ર પરથી પાટા દૂર કર્યા હતા.
- પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સવારે 7 વાગે પહિંદ વિધિ યોજાશે અને રથયાત્રાના રૂટ પર કરર્ફ્યું રહેશે. તેમણે નગરજનોને ટીવીના માધ્યમથી રથયાત્રા જોવા માટે વિનંતી કરી હતી. 
- આજે કચ્છીઓનું નવું વર્ષ હોવાથી પ્રદીપસિંહ જાડેજાએ કચ્છીઓને શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. 
- ભગવાનને રથયાત્રામાં બિરાજમાન કરવાની પ્રક્રિયા શરૂ
No description available.
- ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. બહેન સુભદ્રાને કલ્પધ્વજ રથમાં અને ભાઈ બળભદ્રને તાલધ્વજ રથમાં બિરાજમાન કરાયા. 
- ભગવાન જગન્નાથની 144 રથયાત્રાને લઈ સરસપુર પોલીસ છાવણીમાં ફેરવાયું ગયું છે.
- મંદિરની બહાર ચાર રસ્તા પર જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 
- આજે નિજમદિરથી ભગવાન, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ  જગન્નાથ ઐતિહાસિક રથમાં સવાર થઇ મામાના ઘરે સરસપુર આવશે અને ત્યાં તેમને મમેરા માં પહેરવેશ અને  ભેટ  સોગંદ આપવામાં આવશે.
- જો કે કોરોનાના કારણે  રથયાત્રા ચુસ્ત બંદોબસ્ત સાથે ભક્તો વગર નીકળવાની છે.
- સોનાની સાવરણીથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પહિંદ વિધિ શરૂ કરી. 
- ત્રણેય રથને કેસરી કલરના પ્રતિકાત્મક માસ્ક પહેરાવવામાં આવ્યા છે. 
- ત્રણેય રથ બહાર નિકળ્યા
- ત્રણેય રથને કેસરી કલરના પ્રતિકાત્મક માસ્ક પહેરાવવામાં આવ્યા છે. 
- નેત્રો પરથી પાટા દૂર કરાયા બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરાયા, નગરચર્યાએ નિકળવાની તૈયારીઓ શરૂ
- એક પછી એક ત્રણેય રથ નિકળ્યા
- ભગવાન જગન્નાથ રથયાત્રાએ નિકળ્યા
- રાયખડ પહોંચી રથયાત્રા
- રાયપુર પહોંચ્યો રથ
- પાંચ કુવા તરફ અમી છાંટણા
- ભગવાનના ત્રણેય રથ રાયપુર પહોંચ્યા
- પાંચ કુવા તરફ અમી છાંટણા
- ત્રણેય રથ ખાડીયા તરફ આગળ વધ્યા
- ખાડીયા પહોંચી રથયાત્રા
- દર વર્ષે ખાડિયા ભક્તો અને શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે પરંતુ આ વખતે માત્ર ખલાસીઓ અને પોલીસ કાફલા વચ્ચે ભગવાનની રથયાત્રા નિકળી રહી છે. 
- આ વખતે ભજનમંડળીની રંગત જોવા મળી રહી નથી
- સરસપુરથી રથ પસાર થઇને કાલુપર તરફ આગળ વધ્યો રથ 
- કાલુપુર પર પહોંચ્યા રથ
- સરસપુર તરફ આગળ વધ્યો રથ
- મોસાળમાં પહોંચશે ભગવાન
- સવારે 7 વાગે મંદિરથી નિકળ્યા હતા જ્યારે 5 થી 7 મિનિટ મોસાળમાં પહોંચ્યા બાદ રથ નિકળી જશે.
- મામાના ઘરે પહોંચશે ભગવાન જગન્નાથ
- ભગવાનને ભેટ સોગાદ અર્પણ કરવામાં આવશે
- મામેરાની વિધિ શરૂ 
- મામેરા બાદ ભગવાનને મોસાળમાંથી લીધી વિદાય 
- સરસપુરથી નિજમંદિર તરફ રથયાત્રા રવાના
- કાલુપુર બ્રિજ પર પહોંચ્યા રથયાત્રા
- કાલુપુર પહોંચી રથયાત્રા
- દરિયાપુર પહોંચ્યા રથ

No description available.
- રંગીલાચોક પહોંચી રથયાત્રા
- ઘી કાંટા તરફ આગળ વધી રથયાત્રા
- ઘી કાંટા પહોંચ્યા રથ
- દિલ્હી ચકલા રથ પહોંચ્યા
No description available.

- એક માજી આરતી લઈને બહાર આવ્યા
- મકાનની છત પર બાળકો ભેગા થયા
- જય રણછોડ ના નારા સાથે ગૂંજી ઉઠ્યું વાતાવરણ
- પ્રદિપ સિંહ જાડેજા ખમાસા પહોંચ્યા
- ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ પણ હાજર
- રથયાત્રા ગાંધીબ્રિજથી પસાર થઈ
No description available.

- રથયાત્રા ગાંધીબ્રિજ થી પસાર થઈ માણેકચોક પહોંચી
- માણેકચોકથી પસાર થઇ રથયાત્રા આગળ વધી
- માંડવી પોળની પહોંચ્યા રથ
- પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગોળલીમડા પહોંચી
- લોકોની પોતાના ઘરની બાલ્કનીમાં કલાકોથી ભગવાનના દર્શન માટે રાહ જોઇને બેઠ્યા છે.
- રથયાત્રા ખમાસા પહોંચી
- જમાલપુર પહોંચી ભગવાન જગન્નાથની રથયાત્રા 
- પોણા 4 કલાક કરતાં ઓછા સમયમાં રથયાત્રા સંપન્ન, નિજમંદિર પહોંચ્યા રથ
- ત્રણેય રથ નિજ મંદિર પહોંચી ગયાછે
- માત્ર 10 મિનિટ મોસાળમાં રોકાયા ભગવાન જગન્નાથ

ગુજરાત (Gujarat) કોરોનાથી ત્વરાએ મુક્ત થાય અને સૌ સ્વસ્થ  રહે તેવી પ્રાર્થના મુખ્યમંત્રીએ પ્રભુના ચરણોમાં કરી હતી. સૌ નાગરિકો ઘરમાં રહીને  દૂરદર્શન અને અન્ય ચેનલો પરથી યાત્રાનું થનારું લાઈવ ટેલિકાસ્ટ નિહાળી ઘરે બેઠા જ ભગવાન ના દર્શન કરે તેવું જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પણ વિશેષ ઉપસ્થિતિ હતી. 

— ANI (@ANI) July 11, 2021

આ વર્ષે કોરોના કેસ (Corona Case) ઓછા થયા હોવાથી સરકારે શરતોને આધીન રથયાત્રા યોજવાની પરવાનગી આપી છે. રથયાત્રાના રૂટ પર કરર્ફ્યું લગાવવામાં આવશે.  માત્ર પાંચ કલાકમાં 22 કિ.મીના રૂટ પર ફરીને ભગવાનના રથ નિજ મંદિરમાં પરત ફરશે અને રથયાત્રા સંપન્ન થશે.

આ વિસ્તારોમાં લાગુ પડશે કરર્ફ્યું
રથયાત્રા નિમિત્તે ગાયકવાડ હવેલી, ખાડીયા, કાલુપુર, શહેરકોટડા, માધુપુરા, દરીયાપુર, શાહપુર તથા કારંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર કરર્ફ્યુંગ્રસ્ત જાહેર કરાયો છે. જ્યાં તમામ પ્રકારના વાહનોના અવરજવર પર પ્રતિબંધ રહેશે. તેમજ સરદાર બ્રિજથી ફુલબજારથી જમાલપુર ચાર રસ્તા, એસટી સર્કલ, આસ્ટોડિયા દરવાજા, સારંગપુર સર્કલ, પોટલીયા ચાર રસ્તા, નિર્મલપુરા ચાર રસ્તા, મેમ્કો ચાર રસ્તા, અમદુપુરા બ્રિજ નીચે ત્રણ રસ્તા, ઈદગાહ સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, રાહત સર્કલ, ગાંધીબ્રિજ શંકરભુવન ઢાળ ટી, નહેરુબ્રિજ  રૂપાલી સિનેમા ત્રણ રસ્તા, એલિસબ્રિજ વિક્ટોરિયા ગાર્ડનથી ઉપર જણાવેલ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં પ્રવેશ કરી નહિ શકાશે. 

શહેરના આ વિસ્તાર નો પાર્કિંગ ઝોન
શહેરના જમાલપુર ચકલા, વૈશ્યસભા, માણેકચોક શાક માર્કેટ, દાણાપીઠ, સાંકડી શેરીના નાકે, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, ઘીકાંટા રોડ, ફુવારા, ચાંદલા ઓળ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, ખાડિયા જૂનો ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, રાયપુર ચકલા, આસ્ટોડિયા ચકલા વિસ્તારોમાં નો પાર્કિંગ ઝોન રહેશે. 

કલાકોમાં કરર્ફ્યું વચ્ચે 22 કિ.મીના રૂટ પર રથયાત્રા
અત્રે ઉલ્લેખનીય છે કે,  ગત્ત વર્ષે રથયાત્રાને પરવાનગી આપવામાં આવી નહોતી. જો કે આવર્ષે કોરોના કેસો કાબુમાં હોવાથી રથયાત્રાને શરતી મંજુરી અપાઇ છે. જેના પગલે આ વર્ષે પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવા જઇ રહી છે. જો કે સ્થિતી જોતા રથયાત્રા માત્ર પાંચ કલાકમાં 22 કિ.મીના રૂટ પર ફરીને ભગવાનના રથ નિજ મંદિરમાં પરત લાવવાનું આયોજન છે. 

BRTS ના આટલા રૂટ રહેશે બંધ
રથયાત્રાના પગલે BRTS ના ઝુંડાલથી નારોલ, નરોડાથી ઇસ્કોન, એસપી રીંગરોડથી એલડી એન્જિનિયરીંગ, આરટીઓ સર્કુલર રૂટ, આરટીઓ એન્ટીસર્કુલર રૂટ બંધ રહેશે. આ ઉપરાંત 3 રૂટમાં આંશિક ફેરફાર કરાયા છે. 

AMTS ના 46 રૂટનું ડાયવર્ઝન
શહેરમાં રથયાત્રાના કારણે AMTS ના સંચાલનને પણ અસર પડી છે. 105 રૂટની 483 બસો પર કર્ફ્યૂની સીધી જ અસર થશે. જેમાં 46 રૂટ પરની 271 બસોને ડાયવર્ઝન અપાયું છે. 57 જેટલા રૂટ ટુંકાવી દેવાયા છે. 2 રૂટ પરની બસો બંધ કરી દેવાઇ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news