ઘી ખાતા પહેલા ચેતી જજો...હૃદય સંબંધિત થઈ શકે છે આ ઘાતક બિમારી

ફેબ્રુઆરી મહિનામાં રાજકોટના આરોગ્ય વિભાગે રણછોડ નગર વિસ્તારમાં આવેલ મહેશકુંજ નામના મકાન તેમજ મોવડી ચોકડી વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ડેરીમાંથી શંકાસ્પદ ઘીના નમુના લીધા હતા. ત્યારે તાત્કાલિક ધોરણે શંકાસ્પદ 30 કિલો જેટલો ઘીના જથ્થાનો નાશ કરાવવામાં આવ્યો હતો. 

ઘી ખાતા પહેલા ચેતી જજો...હૃદય સંબંધિત થઈ શકે છે આ ઘાતક બિમારી

ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટ શહેરને રંગીલુ કહેવામાં આવે છે પરંતુ આ રંગીલા શહેરના વેપારીઓ ભેળસેળિયા થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે કેમકે અહીં સમયાંતરે આરોગ્ય વિભાગ દરોડા પાડી ભેળસેળ યુક્ત જથ્થો ઝડપી પાડે છે. ત્યારે ફેબ્રુઆરી મહિનામાં રાજકોટના આરોગ્ય વિભાગે રણછોડ નગર વિસ્તારમાં આવેલ મહેશકુંજ નામના મકાન તેમજ મોવડી ચોકડી વિસ્તારમાં આવેલ ક્રિષ્ના ડેરીમાંથી શંકાસ્પદ ઘીના નમુના લીધા હતા. ત્યારે તાત્કાલિક ધોરણે શંકાસ્પદ 30 કિલો જેટલો ઘીના જથ્થાનો નાશ કરાવવામાં આવ્યો હતો. 

શંકાસ્પદ ઘીના નમુનાને પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું જેમાં આ ઘી સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું હતું. ભેળસેળિયા વેપારીઓ વધુ રૂપિયા કમાવવાની લાલચે આ ઘીમાં વેજીટેબલ ફેટ, પામોલીયન તેલ અને હળદરનો ઉપયોગ કરવામાં આવતો હતો. આવા ડુપ્લીકેટ ઘી ખાવાથી લોકોને લાંબા સમય ગાળે હૃદય સંબંધીત ઘાતક બીમારી થઈ શકે છે તેમ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટર હાર્દિક મહેતાએ જણાવ્યું હતું ઉપરાંત ઘી અસલી છે કે નકલી તે પ્રાથમિક દ્રષ્ટિએ ખ્યાલ આવતો નથી.

આ બંને પેઢી વિરુદ્ધ જ્યુડિશિયલ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત હાલમાં મસાલાની સિઝન ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખી છેલ્લા એક સપ્તાહથી આરોગ્ય વિભાગની ટીમ મસાલા માર્કેટમાં જઈ નમુના લેવાની કાર્યવાહી કરી રહી છે તેમજ ઉનાળાને લીધે લોકો આઈસ્ક્રીમ તેમજ ગોલા વધુ આરોગતા હોય છે તેને ધ્યાનમાં રાખી બે દિવસમાં આ વેપારીઓને ત્યાં પણ નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news