સૌરાષ્ટ્ર બાદ કચ્છમાં પણ દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ, વનતંત્ર દોડતું થયું
નખત્રાણા તાલુકાના મોટી ગોધિયાર ગામે આજે સવારે એક દીપડો આવી જતા ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. સવારે એક ઘરમાં આ દીપડો ઘૂસ્યો હતો ત્યારે ઘર માલિક બહાર હતા તેને ઘર ના દરવાજા ને બહાર બંધ કરી દીધું હતું. ઘર ને બંધ કરીને વનવિભાગ ને જાણ કરાઈ હતી. નખત્રાણા તાલુકાના મોટી ગોધિયાર ગામે રહે છે. ઘરમાં દીપડો ઘુસવાથી સમગ્ર ગામમાં ફફડાટ ફેલાયો હતો.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/નખત્રાણા: નખત્રાણા તાલુકાના મોટી ગોધિયાર ગામે આજે સવારે એક દીપડો આવી જતા ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. સવારે એક ઘરમાં આ દીપડો ઘૂસ્યો હતો ત્યારે ઘર માલિક બહાર હતા તેને ઘર ના દરવાજા ને બહાર બંધ કરી દીધું હતું. ઘર ને બંધ કરીને વનવિભાગ ને જાણ કરાઈ હતી. નખત્રાણા તાલુકાના મોટી ગોધિયાર ગામે રહે છે. ઘરમાં દીપડો ઘુસવાથી સમગ્ર ગામમાં ફફડાટ ફેલાયો હતો.
દેવેન્દ્રસિંહ સોઢા સવારના સમયે પોતાના ઘરની બહાર નાસ્તો કરી રહ્યા હતા ત્યાં અચાનક ઘરમાં અવાજ આવતા કોઈએ પ્રવેશ કર્યો હોય તેવું જનતા તેઓએ જોયું તો દીપડો હોતા ઘર ના દરવાજા પર કડી લગાવી દઇ દીપડાને ઘરમાં પુરી દીધો હતો. ઘર ને બંધ કરીને વનવિભાગ ને જાણ કરી હતી. વન વિભાગ આવ્યું ત્યાં સુધી ઘર ને ખેદાન મેદાન કરી દીધું હતું. ઘઉં ની ગુણીઓ અને ટીવી સહિતની વસ્તુઓ ની સોથ વાળી નાખી હતી.
વન વિભાગને જાણ થતાં સબ dfo સહિત વનવિભાગ ટિમ,પોલીસ સહિતનો કાફલો પીજરા સાથે ગોધિયાર ગામે દોડી આવ્યા હતા.. રેસ્ક્યુ માટે વન વિભાગે ઘરના દરવાજા પાસે પીંજરો ગોઠવી દીધો હતો..વન વિભાગ,પોલીસ અને જંગલ ખાતાના કર્મચારીઓનો 150 થી વધુ નો કાફલાએ 4 -5 કલાકના રેસ્કયુ બાદ મહા મુશ્કેલીએ દીપડાને પાંજરે પૂર્યો હતો. દિપડો પાંચરે પુરાય બાદ જ સ્થાનિક લોકો અને તંત્રએ રાહતના શ્વાસ લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે