GPCB ને હપ્તો આપો પછી આખા ગુજરાતની પથારી ફેરવો? કેનાલમાંથી ઘાતક કેમિકલ સાથે ટેન્કર ઝડપાયું

જિલ્લાના રઢુમાંથી ખૂબ જ ઝેરી અને ઘાતક કેમિકલનો જથ્થો ટેન્કર મારફતે ખારીકટ કેનાલમાં ઠાલવી માણસો અને પ્રકૃતિને નુકસાન પહોંચાડતા શખ્સોને રંગે હાથ ઝડપી લેવામાં આવી છે. ખેડા જિલ્લામાં વહેતી નદીઓ તેમજ કેનાલોમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને ખાનગી કંપનીઓ દ્વારા રાત્રિના સમયે મોટા પ્રમાણમાં ખૂબ જ ઝેરી અને ઘાતક કેમિકલયુક્ત જથ્થો ટેન્કરો મારફતે ઠાલવવામા આવી રહ્યો છે. બીજી તરફ જીપીસીબીના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. આવી જ એક ઘટના ખેડાની હદમાં આવેલા રઢું નાયકા રોડ પરથી સામે આવી છે. 

GPCB ને હપ્તો આપો પછી આખા ગુજરાતની પથારી ફેરવો? કેનાલમાંથી ઘાતક કેમિકલ સાથે ટેન્કર ઝડપાયું

નચિકેત મહેતા/ખેડા : જિલ્લાના રઢુમાંથી ખૂબ જ ઝેરી અને ઘાતક કેમિકલનો જથ્થો ટેન્કર મારફતે ખારીકટ કેનાલમાં ઠાલવી માણસો અને પ્રકૃતિને નુકસાન પહોંચાડતા શખ્સોને રંગે હાથ ઝડપી લેવામાં આવી છે. ખેડા જિલ્લામાં વહેતી નદીઓ તેમજ કેનાલોમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે અને તેમાં પણ ખાસ કરીને ખાનગી કંપનીઓ દ્વારા રાત્રિના સમયે મોટા પ્રમાણમાં ખૂબ જ ઝેરી અને ઘાતક કેમિકલયુક્ત જથ્થો ટેન્કરો મારફતે ઠાલવવામા આવી રહ્યો છે. બીજી તરફ જીપીસીબીના અધિકારીઓ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. આવી જ એક ઘટના ખેડાની હદમાં આવેલા રઢું નાયકા રોડ પરથી સામે આવી છે. 

જેમાં રઢું નાયકા રોડ પર આવેલી ખારીકટ કેનાલમાં શંકાસ્પદ હિલચાલ થતી હોવાનું ધ્યાને આવતા જ ખેડા ટાઉન પોલીસ ત્યાં પહોંચી હતી અને ત્યાં જઈને જોવા મળ્યું કે કેટલાક શખ્શો ટેન્કરમાંથી ખારીકટ કેનાલમાં ખૂબ જ ઝેરી અને ઘાતક વરાળ નીકળતું કેમિકલ ઠાલવી રહ્યા હતા. આ તમામ ત્રણ શખ્સોને પોલીસે એક ટેન્કર એક કાર તેમજ મોટરસાયકલ સાથે રંગે હાથ ઝડપી લીધા છે. ત્યારબાદ જીપીસીબીની ટીમને ત્યાં બોલાવવામાં આવી હતી. 

ટીમ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું. જે કેમિકલ ખારીકટ કેનાલમાં ઠાલવવામાં આવ્યું હતું તેના સેમ્પલ લેવામાં આવ્યા અને આ સેમ્પલને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે આ કયું કેમિકલ હતું અને તે માણસ વન્યજીવ તેમજ જળચર પ્રકૃતિ માટે કેટલુ ઘાતક હતું. ત્યારે હાલ તો ઘટનાસ્થળ પરથી પોલીસ દ્વારા ૩ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. અન્ય એક રઢુ ગામનો રહેવાસી ધમો ભરવાડ ફરાર થઈ ગયો હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે. 

આ ઉપરાંત આ કેમિકલનો જથ્થો કઈ કંપનીનો હતો કેટલા સમયથી આ રીતે કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું હતું અને આમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે આ તમામ દિશામાં પોલીસ દ્વારા હાલ તો ગુનો નોંધીને આગળની તપાસ કરવામાં આવી રહી છે. હવે આગળ જોવાનું એ રહેશે કેટલી જલ્દી આમાં સંડોવાયેલી મોટી કંપનીઓને ઝડપી લેવામાં આવે છે અને માણસ તેમજ વન્યજીવોને ઘાતક નુકશાન પહોંચાડનાર આરોપીઓને જેલ હવાલે કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news