જુવાનીમાં ગુનો કર્યો, ઘડપણમાં પકડાયો, 1992ના કેસનો આરોપી 2023માં ઝડપાયો

Vapi Crime News : દયારામ લાંબા સમય સુધી પોલીસ પકડથી દૂર રહેવામાં સફળ થયો હતો. પરંતુ અંતે જવાનીમાં કરેલ એક ગુનામાં તે 31 વર્ષે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. યુવાનીમાં પૈસા કમાવાની લાયમાં અફીણના ધંધા સાથે જોડાયેલો દયારામ હાલ તો કંપનીમાં ઈજ્જતની નોકરી કરતો હતો. પરંતુ ભૂતકાળમાં આચરેલ એક ગુનાએ તેનો પીછો ન છોડ્યો

જુવાનીમાં ગુનો કર્યો, ઘડપણમાં પકડાયો, 1992ના કેસનો આરોપી 2023માં ઝડપાયો

Vapi Crime News નિલેષ જોશી/વાપી : કાનૂન કે હાથ બડે લંબે હોતે હૈ આ કહેવત વાપીમાં સાચી ઠરી છે. વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનના ચોપડે 31 વર્ષથી ફરાર આરોપી અંતે હરિયાણાથી ઝડપાયો છે. એનડીપીએસના ગુનામાં ફરાર આરોપી દયારામને વલસાડ એસોજી પોલીસે ઝડપી પાડdયો છે. આજથી 31 વર્ષે પહેલાં એટલે કે 1992માં પોલીસના ચોપડે નોંધાયું હતું. ત્યારે, તેની ધરપકડ કરવામાં પોલીસને સફળતા 31 વર્ષ બાદ મળી છે. આ શખ્સનું નામ છે, દયારામ છે. નામ ભલે તેનું દયારામ છે, પણ આ દયારામે કોઈ પણ જાતમી દયા રહેમ રાખ્યા વગર ત્રણ દાયકા સુધી વાપી પોલીસને ખુદની પાછળ દોડાવી છે.
 
જુન 1992માં દયારામ સામે ગુનો નોંધાયો હતો. વાપી જીઆઈડીસી પોલીસના ચોપડે દયારામનું નામ ચઢ્યું હતું. NDPSના ગુનામાં તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. મૂળ મધ્યપ્રદેશનો દયારામ અફિણના ધંધા સાથે સંકળાયેલો હતો. જુન 1992માં વાપી પોલીસે GIDCમાં રેડ પાડી હતી. જેમાં, એક મકાનમાંથી 10 ગ્રામ અફિણ મળ્યું હતું. અફિણ સાથે છોટેલાલ નામનો આરોપી ઝડપાયો હતો. જે અફિણ છોટેલાલે દયારામ પાસેથી ખરીદ્યું હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જેથી વાપી પોલીસ તેની 31 વર્ષથી શોધી રહી હતી. તેમ છતા તે પોલીસના હાથે લાગ્યો ન હતો. તો હવે 31 વર્ષ બાદ પોલીસને દયારામને ઝડપી પાડવામાં સફળતા મળી છે..

છેલ્લા ત્રણ દાયકાથી વાપી પોલીસ ચોપડે આ વૃદ્ધ ફરાર હતો. વ્યક્તિનું નામ દયારામ છે અને દયારામ પર જૂન 1992 માં વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસનો ગુનો દાખલ થયો હતો. મૂળ મધ્યપ્રદેશનો દયારામ અફીણના કારોબાર સાથે જોડાયેલો હતો. ઘટનાની વિગતે વાત કરીએ તો વાપી જીઆઇડીસી પોલીસે વાપીના ઔદ્યોગિક વિસ્તારમાં એક રેડ પાડી હતી અને આ એક ખોલીમાં છાપા દરમિયાન છોટેલાલ નામનો 10 તોલા અફીણ સાથે ઝડપાયો હતો. ઝડપાયેલ આરોપી છોટેલાલ જે તે વખતે આ અફીણ તેના પિતરાઈ ભાઈ દયારામ પાસેથી ખરીદ્યું હતું તેવું જણાવ્યું હતું. તેથી વાપી જીઆઇડીસી પોલીસ જિલ્લા 31 વર્ષથી આરોપી દયારામને ઝડપવા અનેકવાર મધ્યપ્રદેશ ગઈ હતી. પરંતુ આરોપી લાંબા સમય સુધી પોલીસને ચકમો આપવામાં ફરાર થયો હતો. અંતે વલસાડ એસોજીની ટીમે આરોપી દયારામને હરિયાણાથી ઝડપી પાડ્યો છે. 

ડીવાયએસપી બીએન દવેએ જણાવ્યું કે, ઝડપાયેલો આરોપી દયારામ છેલ્લા 31 વર્ષથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. પોતાના પરિવારને છોડીને દયારામ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓ અને છેલ્લે 12 વર્ષથી હરિયાણાની એક કંપનીમાં કામ કરતો હતો. જોકે વલસાડ એસઓજીની ટીમે લાંબી જહેમત બાદ અંતે આરોપીને ઝડપી પાડ્યો છે.

દયારામ લાંબા સમય સુધી પોલીસ પકડથી દૂર રહેવામાં સફળ થયો હતો. પરંતુ અંતે જવાનીમાં કરેલ એક ગુનામાં તે 31 વર્ષે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. યુવાનીમાં પૈસા કમાવાની લાયમાં અફીણના ધંધા સાથે જોડાયેલો દયારામ હાલ તો કંપનીમાં ઈજ્જતની નોકરી કરતો હતો. પરંતુ ભૂતકાળમાં આચરેલ એક ગુનાએ તેનો પીછો ન છોડ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news