કટકીખોર કેતકી વ્યાસ આખરે સસ્પેન્ડ, કલેક્ટરની કામલીલાનો ખેલ પાડનારના આવા છે મોટા 'કાંડ'

Anand Collctor DS Gadhvi Video Clip : આ સમગ્ર કૌભાંડની માસ્ટરમાઈન્ડ કેતકી વ્યાસ અઠંગ ખેલાડી હોવાનું સરકારી વર્તુળમાં કહેવાય છે. આનંદના સ્પાય કેમેરા કાંડમાં સંડોવાયેલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ આખરે સસ્પેન્ડ કરાયા છે.

કટકીખોર કેતકી વ્યાસ આખરે સસ્પેન્ડ, કલેક્ટરની કામલીલાનો ખેલ પાડનારના આવા છે મોટા 'કાંડ'

ઝી બ્યુરો/આણંદ: આણંદનાં કલેકટરને હનીટ્રેપમાં ફસાવીને ફાઈલો કલીયર કરાવવાનાં ષડયંત્રમાં દિનપ્રતિદિન ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે આનંદના સ્પાય કેમેરા કાંડમાં સંડોવાયેલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસને સસ્પેન્ડ કરાયા છે. છેલ્લા બે દિવસથી પોલીસ કસ્ટડીમાં હોવાના કારણે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે તેમને સસ્પેન્ડ કર્યા છે. તેમની સાથે નાયબ મામલતદાર જે ડી પટેલ પણ સસ્પેન્ડ થયા છે. કલેક્ટરની અશ્લીલ હરકતનો વિડીયો બહાર પાડી કાવતરું રચ્યાનો ગુનો દાખલ થયો હતો. તમને જણાવી દઈએ કે, આણંદ કલેકટર વિડીઓ પ્રકરણમાં આરોપીઓના બે દિવસના રિમાન્ડ પર મોકલાયા. આરોપી કેતકી વ્યાસ સહિત ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. LCB પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

કોણ છે કેતકી વ્યાસ
GAS કેડરના અધિક નિવાસી કલેક્ટર તરીકે RAS કેતકી વ્યાસ કામ કરે છે. આ ઘટનાના માસ્ટરમાઈન્ડ કેતકી વ્યસ સહિત ત્રણ સામે ખઁડણી, કાવતરું અને આઈટી એક્ટ હેઠળના ગુના નોંધાયા છે. કેતકી વ્યાસ કલેક્ટરની ચાલચલગતની વાકેફ હોવાથી તેનો ફાયદો ઉઠાવવા સ્પાય કેમેરો ગોઠવ્યો હતો. કેતકી વ્યાસ, તત્કાલીન ચિટનીસ જયેશ પટેલ સહિત ત્રણે જમીનની ફાઈલ પાસ કરાવવા કલેક્ટરને બ્લેકમેલ કર્યા હતા, અને સ્પાય કેમેરા લગાવ્યા હતા, તેમજ મહિલાને પણ કલેક્ટર પાસે મોકલી હતી. 

કેતકીના મોટા કાંડ
કેતકી વ્યાસ પહેલેથી અઠંગ ખેલાડી છે, તેના અનેક મોટા માથા સુધી છેડા લંબાયેલા છે. કેતકી અગાઉ પણ કાંડ કરી ચૂકી છે. અગાઉ કેતકી વ્યાસનું મહેસાણામાં પોસ્ટિંગ હતું, ત્યારે પણ તેણે અનેક કૌભાંડો આચર્યા હતા. કેતકી વ્યાસ સામે આ પહેલા પણ જમીન પ્રકરણમાં જ કાર્યવાહી કરવામાં આવી હતી. વાસ્તવમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આગોલ ગામની જમીન પ્રકરણમાં કેતકી વ્યાસ સામે ઈન્કવાયરી થઈ હતી. ત્યારે કેતકી વ્યાસ પાસે 300 વિધાથી વધુ જમીનમ હોવાનો દાવો કરાયો છે. કેતકી વ્યાસે મહેમદાવાદ તાલુકાના અકલાયા ગામે 3000 વારથી વધુ જમીન ખરીદી હતી. પંરતુ કેતકી વ્યાસ ખેડૂત નથી, છતાં આ જમીન તેણે પોતાના નામે કરી છે. 

કેતકી વ્યાસ જ્યારે મહેમદાવાદમાં મામલતદાર હતા ત્યારે તેની સામે એફઆઈઆર થઈ છે, જે મામલો હજુ કોર્ટમાં છે. કેતકીએ પાટણના કોટાવડમાં પણ ખેડૂત હોવાનો ખોટો દાખલો આપીને જમીન ખરીદી હોવાનું કહેવાય છે. જેના પર હાલ પેટ્રોપ પંપ છે. આમ, કેતકીએ પોતના દરેક પોસ્ટીંગમાં ઢગલાબંધ કારનામા કર્યાં છે.  વર્ષ 2007માં કેતકી વ્યાસ સામે આરોપીને ખોટી રીતે કસ્ટડીમાં રાખ્યાની ફરિયાદ થઇ હતી. 

તો એક આરોપી જેડી પટેલ પણ અશોક મિસ્ત્રી, દિલીપ ઝલુ,મિતેષ ભટ્ટ અને મકસુદ નામના શખ્સોના સંપર્કમાં હતો. જે.ડી.પટેલ આ તમામ લોકોની ફાઇલને પ્રાયોરિટી આપતો હોવાનું ખુલ્યું છે.

આણંદ કલેક્ટર હનીટ્રેપ કેસમાં સરકારની છબી બગડતા જ હવે મોટાપાયે તપાસ શરૂ કરાઈ છે. આણંદ કલેક્ટર હનીટ્રેપ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. LCBએ આરોપી જયેશ પટેલને સાથે રાખી તપાસ કરી હતી. જેમાં જયેશ પટેલે સંદેશર કેનાલમાં વીડિયોની હાર્ડ ડિસ્ક ફેંકી દીધી હતી. તેણે પુરાવાનો નાશ કરવા હાર્ડ ડિસ્ક કેનાલમાં ફેંકી હોવાનું ખુલ્યુ હતું. ત્યારે પોલીસ કેનાલમાં ફેંકેલી હાર્ડ ડિસ્ક શોધવામાં લાગી છે. ફાયર બ્રિગેડની મદદથી કેનાલમાં તપાસ શરૂ કરાઈ છે. ત્યારે પોલીસની તપાસ બાદ કેનાલમાંથી સળગાવેલા સ્પાય કેમેરાના અવશેષ મળી આવ્યા છે. જયેશ પટેલે કેટલાક નક્શા અને દસ્તાવેજ પણ સળગાવ્યા હતા. FSL અધિકારીઓએ સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા છે. સાથે જ 2 CPU અને એક લેપટોપ પણ કબજે કર્યું છે. ઝાયડ્સ હોસ્પિટલ સામે ગેરેજમાં સ્પાય કેમેરા સળગાવ્યાં હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news