અમદાવાદમાં વધુ એક રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ, પોલીસે કરી એકની ધરપકડ

અમદાવાદમાં વધુ એક વખત રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ થયો છે. ઝોન 1 ના DCP સ્કવોડે ઇન્જેક્શન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. કારગિલ પેટ્રોલ પમ્પ પાસેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે

અમદાવાદમાં વધુ એક રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ, પોલીસે કરી એકની ધરપકડ

અમદાવાદ: અમદાવાદમાં વધુ એક વખત રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ થયો છે. ઝોન 1 ના DCP સ્કવોડે ઇન્જેક્શન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. કારગિલ પેટ્રોલ પમ્પ પાસેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 6 રેમડેસિવિર ઇન્જેક્શન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં કોરોનાએ મોટી સંખ્યામાં લોકોને પોતાના શિકાર બનાવ્યા છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઇને સરકાર દ્વારા કોવિડ કેર સેન્ટર, ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, દવાઓ, રેમડેસિવિર ઇન્જેક્શન જેવી તમામ જરૂરિયાતની વસ્તુ દર્દીઓને મળી રહે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. એવામાં કોરોના દર્દીઓ માટે ખાસ ઉપયોગી ગણતા રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીઓ એક બાદ એક રાજ્યના મહાનગરોમાંથી સામે આવી રહ્યા છે.

અમદાવાદમાં વધુ એક વખત રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજારીનો પર્દાફાશ થયો છે. અમદાવાદના ઝોન 1 ના DCP સ્કવોડે ઇન્જેક્શન સાથે કારગિલ પેટ્રોલ પમ્પ પાસેથી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, આરોપી જય સુરતના ડોક્ટર પાસેથી અને જુહાપુરાની રૂહી પાસેથી આ રેમડેસિવિર ઇન્જેક્શન મેળવતો હતો.

પોલીસે 6 રેમડેસિવિર ઇન્જેક્શન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. સરખેજનો આરોપી જય શાહ સુરતના ડોક્ટર મિલન સુતરિયા પાસેથી કુરિયર મારફતે રેમડેસિવિર ઇન્જેક્શન મંગાવતો હતો. આરોપી જય શાહ 9 હજારમાં ઇન્જેક્શન ખરીદતો હતો અને આ ઇન્જેક્શનને તે 11 હજાર રૂપિયામાં વેચતો હતો. ત્યારે આ મામલે પોલીસે ડોક્ટર અને મહિલા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news