પાણી મુદ્દે ગ્રામજનોએ બતાવ્યું નેતાઓને પાણી! ભાજપના વધુ એક નેતા બન્યા રોષનો ભોગ, સાયરન વગાડી ભાગ્યા

સમી તાલુકાના બાદરગંજ ગામની સરકારી પ્રાથમિક શાળાનાં કમ્પાઉન્ડમાં એક જાહેર સભા યોજાઈ હતી. જેમાં ભરી સભામાં બાદરગંજના લોકોએ મીઠા પીવાના પાણીની માંગ સાથે સભામાં હોબાળો મચાવતા સભા વિખેરાઈ ગઈ હતી. 

પાણી મુદ્દે ગ્રામજનોએ બતાવ્યું નેતાઓને પાણી! ભાજપના વધુ એક નેતા બન્યા રોષનો ભોગ, સાયરન વગાડી ભાગ્યા

Radhanpur MLA Viral Video: ઝી બ્યુરો/પાટણ: ભાજપના વધુ એક નેતા જનતાના રોષનો ભોગ બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની એક સભાનો વીડિયો સામે આવી રહ્યો છે. સમી તાલુકાના બાદરગંજ ગામના ગ્રામજનોએ પાણી મુદ્દે નેતાઓને પાણી બતાવ્યું છે. સમી તાલુકાના બાદરગંજ ગામની સરકારી પ્રાથમિક શાળાનાં કમ્પાઉન્ડમાં એક જાહેર સભા યોજાઈ હતી. જેમાં ભરી સભામાં બાદરગંજના લોકોએ મીઠા પીવાના પાણીની માંગ સાથે સભામાં હોબાળો મચાવતા સભા વિખેરાઈ ગઈ હતી. 

આ સભામાં ધારાસભ્ય લવિંગજી ઠાકોરની સાથે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ પણ સભામાં ઉપસ્થિત હતા. નેતાઓનું મંચ ઉપર ભાષણ અટકાવી યુવાનોએ પાણીની માંગ કરતા સભા વિખેરાઈ ગઈ હતી. હાથમાં માઈક પકડી ધારાસભ્ય લવિંગજી પણ શાંતિ રાખો શાંતિ બોલતા રહ્યા હતા. પરંતુ ગ્રામજનો એકના બે ના થયા અને ગ્રામજનોએ પાણીની સમસ્યાને લઈ હોબાળો મચાવતા નેતાઓ પોતાની ગાડી ઉપર લાગેલ સાયરન વગાડી ભીડમાંથી પલાયન થયા હતા. 

પાણીનો પ્રશ્ન ઉઠાવતાં મામલો ગરમાયો
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર વિસ્તારના એક ગામમાં સભામાં ગયા હતા. જોકે ત્યાં પહોંચ્યાં બાદ ગ્રામજનોએ ચાલુ સભામાં પાણીનો પ્રશ્ન ઉઠાવતાં મામલો ગરમાયો હતો. જોકે સ્થિતિ વણસે તે પહેલા નેતાજી સાણમાં સમજી ગયા હતા અને તેઓ સાયરન વગાડતા વગાડતા ત્યાંથી નીકળી ગયા છે.

સભાનો વીડિયો વાયરલ
પાટણમાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર પ્રજાના રોષનો ભોગ બન્યા છે. બાદરગંજના લોકોએ પીવાના પાણીની માંગ સાથે હોબાળો કર્યો હતો. આ તરફ સ્થાનિકોએ પાણીની માંગ સાથે સભામાં હોબાળો મચાવતા સભા વિખેરાઈ ગઈ હતી. સાથે ભાષણ અટકાવી યુવાનોએ પાણીની માંગ કરતા સભા વિખેરાઈ ગઈ હતી. 

નેતાજી સાયરન વગાડી ભાગ્યા! 
હાથમાં માઈક પકડી ગુજરાતના ધારાસભ્ય લવિંગજી પણ બોલતા રહ્યા કે "શાંતિ રાખો શાંતિ. પરંતુ ગ્રામજનો માન્યા નહોતા અને પાણીની સમસ્યાને લઈ હોબાળો મચાવતા નેતાઓ સ્થળેથી ભાગ્યા હતા. જનતાના રોષનો ભોગ બનેલ ધારાસભ્ય લવિંગજી ઠાકોર સાયરન વગાડતા-વગાડતા નીકળી ગયા હતા. આ તરફ હવે આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news