અમરેલી: પ્રાથમિક શાળાનાં આ શિક્ષકના કારણે સરકારી શાળામાં એડમિશન માટે પડાપડી

એક કહેવત છે શિક્ષક કોઈ દિવસ સાધારણ નથી હોતો. આ કહેવતને સાર્થક કરી છે જાફરાબાળના મિતિયાળા ગામે આવેલ એક પ્રાથમિક સ્કૂલના શિક્ષકે. અહીંના એક શિક્ષકે વિદ્યાર્થીઓને અવનવા ગીત, ડાન્સ તેમજ અવનવી પ્રવૃત્તિથી બાળકોને ભણતર આપે છે. આ શિક્ષકની અવનવી ભણાવવાની રીતથી ખાનગી સ્કૂલમાં ભણતા બાળકો પણ ખાનગી સ્કૂલ છોડી અહીં અભ્યાસ કરવા પરત આવ્યા છે. સ્કૂલના વિદ્યાર્થીઓ પણ શિક્ષકના અવનવા ડાન્સ, બાળગીતથી પ્રભાવિત થયા છે અને બાળકો નિયમિત સ્કૂલે આવવા લાગ્યા છે.
અમરેલી: પ્રાથમિક શાળાનાં આ શિક્ષકના કારણે સરકારી શાળામાં એડમિશન માટે પડાપડી

કેતન બગડા/અમરેલી : એક કહેવત છે શિક્ષક કોઈ દિવસ સાધારણ નથી હોતો. આ કહેવતને સાર્થક કરી છે જાફરાબાળના મિતિયાળા ગામે આવેલ એક પ્રાથમિક સ્કૂલના શિક્ષકે. અહીંના એક શિક્ષકે વિદ્યાર્થીઓને અવનવા ગીત, ડાન્સ તેમજ અવનવી પ્રવૃત્તિથી બાળકોને ભણતર આપે છે. આ શિક્ષકની અવનવી ભણાવવાની રીતથી ખાનગી સ્કૂલમાં ભણતા બાળકો પણ ખાનગી સ્કૂલ છોડી અહીં અભ્યાસ કરવા પરત આવ્યા છે. સ્કૂલના વિદ્યાર્થીઓ પણ શિક્ષકના અવનવા ડાન્સ, બાળગીતથી પ્રભાવિત થયા છે અને બાળકો નિયમિત સ્કૂલે આવવા લાગ્યા છે.

જાફરાબાદ તાલુકાની મિતિયાળા પ્રાથમિક શાળા પોતાનાં શિક્ષકનાં કારણે ઓળખાય છે. અહીંયા આ શાળાના બાળકોને અવનવા બાળગીતો અને અભિનય દ્વારા શિક્ષણના પાઠ સાથે મનોરંજન સાથે અભ્યાસ કરાવવામાં આવે છે. અહીં રઘુભાઈ નામના એક શિક્ષક કે જેઓ પોતાની આગવી શૈલીથી બાળકોને ભણવામાં કઈ રીતે ઉપયોગી થઇ અને બાળકોને કઈ રીતે ભણતર એકદમ સહેલું પડે અને તુરંત જ યાદ રહી જાય. તે રીતે રઘુભાઈના શિક્ષક બાળકોને ડાન્સ કરીને અન્ય મનોરંજન કરીને બાળકોને અભ્યાસ કરાવે છે.

મોરબીમાં તંત્રની બેદરકારીને કારણે પેપર ઉદ્યોગને પડે છે મોટી હાલાકી
શાળાએ બાળકોને આવવું ગમે નિયમિતતા વધે અને ખાનગી શાળાથી સરકારી શાળામાં બાળકો આવે એવું વાતાવરણ ઉભું કરનાર રઘુભાઈની મહેનત રંગ લાવી છે. બાળકોમાં રહેલી પ્રતિભાને બહારવટે નિકળ્યા ગામના પ્રાથમિક શાળાના એક શિક્ષક ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તો એક વિદ્યાર્થીની વાત કરીએ તો આ વિદ્યાર્થી એક વખત ગીત ગાતી હતી. આ જોઈને શાળાના શિક્ષક રઘુભાઈ તેમને પાસે બોલાવીને તું ખૂબ સુંદર ગાઈ શકીશ જોતું વધારે મહેનત જરીશ તો. ત્યાર બાદ રઘુભાઈ અને શાળાના શિક્ષકો દ્રારા પ્રયત્ન કરાતા વિદ્યાર્થીનિનો કલા મહાકુંભમાં નંબર પણ આવ્યો હતો.

એક નાટ્યકાર, ગાયક, નૃત્યકાર, અને શરમાયા વિના બાળકો સાથે ઓટ પ્રોત થઈ રોજ પ્રાર્થના સભામાં નવું જ પીરસી નવું જ સ્થાન ઉભું કરનાર રઘુભાઈને હવે લોકો રઘુ રમકડુંના નામે ઓળખે છે. જીના યહાઁ મરના યહાઁ એ ગીત ને સાર્થક કરી બાળકોના દિલ જીતી લેનાર આ રઘુ રમકડું છેલા પાંચ વર્ષથી મિતિયાળા શાળામાં પોતાની કલાના ઓજસ પાથરી રહયા છે. ત્યારે અનેક બાળગીતોને અભિનય સાથે બાળકોને સ્ટેજ પર લાવી નવી જ ભાત પાડી છે. પોતાના કલાસરૂમ ના બાળકો સાથે કામ કરી રહેલા આ શિક્ષકનો ઉત્સાહ અનોખો જ છે. કોઈ મ્યુઝીયમથી કમ નથી આ કલાસરૂમ. નાના ભૂલકાઓ સાથે જીવંત સસલા સાથે ગીતો અને અભિનય સાથે કામ કરી રહેલા આ રઘુભાઈએ બાળકોનું વિશેષ પદ્ધતિથી કામ કરે છે, અને બાળકો સાથે નાચતા કુદકા મારતા શિક્ષકે બાલકોના હદયમાં અનોખું સ્થાન ઉભું કર્યું છે. અહીંના વિદ્યાર્થીઓ ઘણા ખુશ છે. શિક્ષકોની અંદર રહેલી શક્તિઓ જો બહાર લાવવામાં આવે તો ખાનગી શાળાઓની હાટડીઓ બંધ થઈ જાય અને બાળકોની નિયમિતતા કાયમી બની શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news