ફિલ્મી રીતે ચોરને દબોચ્યો! આરોપીને પકડવા પોલીસે શાકભાજી વેચ્યાં તો કોઈને ફુગ્ગા, આ રીતે ખેલ પાડ્યો

અમદાવાદના ચાણક્યપુરીમાં મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસકર્મીઓએ ચોરને પકડવા મધ્યપ્રદેશ સુધી જઈને પણ કેસ ઉકેલી નાખ્યો છે. ચોરને પકડવા કોઈ પોલીસવાળાએ શાકભાજી વેચ્યાં તો કોઈને ફુગ્ગા વેચવા પડ્યા અને આખરે વેશપલટો કરીને પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો.

ફિલ્મી રીતે ચોરને દબોચ્યો! આરોપીને પકડવા પોલીસે શાકભાજી વેચ્યાં તો કોઈને ફુગ્ગા, આ રીતે ખેલ પાડ્યો

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં ઘરફોડ ચોરી અને લૂંટના બનાવો સતત વધી રહ્યા છે જેને લઈને પોલીસ પણ હવે સતત બની છે. અમદાવાદ શહેરમાં થયેલી એક ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે વેસ્ટ પલટો કરી મધ્યપ્રદેશથી આરોપીની ધરપકડ કરી છે જોકે સમગ્ર ઓપરેશન પાર પાડવામાં પોલીસને પાંચ દિવસ લાગ્યા કઈ રીતે આરોપીને પકડ્યો અને શું છે ચોરીની હિસ્ટ્રી જોઈએ?

વેશપલટો કરીને પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો
અમદાવાદની સોલા હાઈકોર્ટ પોલીસે ચાણક્યપુરીમાં મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસકર્મીઓ ચોરને પકડવા માટે મધ્ય પ્રદેશ સુધી પહોંચી વેશ પલટો કરી ચોરની ધરપકડ કરી હતી. ચોરનું જે લોકેશન હતું ત્યાં ખૂબ ભીડભાડ હોવાથી પોલીસવાળાએ શાકભાજી વેચ્યાં તો કોઈને ફુગ્ગા વેચવા પડ્યા અને આખરે વેશપલટો કરીને પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આવા વેશ પલટાનો સિલસિલો 5 દિવસ સુધી સોલા પોલીસ નો ચાલ્યો હતો આરોપીની ઓળખ કરવા માટેથી અને આરોપીની ઓળખ થઇ જતા સોલા પોલીસે ચોરને પકડી અમદાવાદ આવી ગઈ હતી.

CCTV કેમેરા ચેક કરતાં ભાંડો ફૂટ્યો
અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા ગુલાબજી ઠાકોરે ગત 21 ડિસેમ્બરે તેમના મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી ની ફરિયાદ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસકર્મીઓએ CCTV અને ટેક્નિકલ મોનિટરિંગ શરૂ કર્યું હતું. ગુનાના રૂટના CCTV કેમેરા ચેક કરતાં આરોપી એક્ટિવા લઈ ચાણક્યપુરી બ્રિજ નીચે આવ્યો હતો. જ્યાંથી કાચના મંદિર પાસે થઈ ચાંદલોડિયા ગરનાળા થઈ ત્યારે એક ચાની દુકાન પર ચા પીવા ઊભો રહ્યો હતો. પોલીસને બાતમી મળી હતી. 

પોલીસની એક ટીમ ગ્વાલિયર રવાના થઈ હતી
CCTV ફુટેજમાં દેખાય છે એ ગોલ્ડન કલરના એક્ટિવા જગતપુર ગામ રહેતા એક શખ્સનું હોવાનું જાણવા મળ્યું, ત્યાર બાદ સદર એકટીવાના માલિકની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું હતું કે તેણે દશેક દિવસ પહેલાં આ એક્ટિવા વેચાણ થી એક વ્યક્તિ ને આપ્યું હતું. એ આધારે એ વ્યક્તિનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે તેનો મિત્ર આનંદ શર્મા ગ્વાલિયર ખાતેથી આવ્યો અને એક્ટિવા વાપરવા માટે લઈ ગયો હતો. એ એક્ટિવા હજુ સુધી તેણે મને પરત કર્યું નથી. ત્યારબાદ તાત્કાલિક પોલીસની એક ટીમ ગ્વાલિયર રવાના થઈ હતી. 

આરોપીઓએ ગુનો કબૂલી લીધો હતો
જ્યાં ટેક્નિકલ રિસોર્સિસની મદદથી જાણવા મળ્યું કે આ શખ્સ ગ્વાલિયરના હજીરામાં રહે છે. એ જગ્યા ખૂબ જ ભીડભાડવાળી અને ગીચ વસ્તી વાળી હોવાથી પોલીસની ટીમના માણસોએ રાત્રિના સમયે વેશપલટો કરી વોચ રાખી હતી. બીજા દિવસે સવારે ત્યાં આવેલા રાઠોડ ચોક હજીરા ખાતે શખ્સ દૂરથી આવતો જણાતાં તેને પોલીસ પાસે રહેલા CCTV ફૂટેજ ના ચહેરા સાથે મેચ કરતાં તેને રોકી લઈ નામ-ઠામ પૂછતાં તેણે આનંદ પંડિત હોવાનું જણાવ્યું હતું તેમજ પોલીસે તેને ગુના વિશે પૂછતાં તેણે ગુનો કબૂલી લીધો હતો.

પોલીસે તેની પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત 1.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોર દ્વારા ફક્ત અમદાવાદ નહીં પણ અન્ય રાજ્યમાં પણ ચોરી કરી હોવાની કબુલાત કરી છે અને આ ચોર ઉપર ભૂતકાળમાં પણ અનેક ગુના ઓ નોંધાઈ ચૂક્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news