સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં જુસબ મન્સુરી નામના વ્યક્તિની જાહેરમાં હત્યા

શહેરના જાફરાબાદ તાલુકામાં આવેલ વઢેરા ગામમાં નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મોડી રાતે 3 શખ્સો દ્વારા છરીનાં ઘા અને ધોકા વડે માર મારી ગામની બજારમાં સરાજાહેર હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં જુસબ મન્સુરી નામના વ્યક્તિની જાહેરમાં હત્યા

કેતન બગડા/અમરેલી : શહેરના જાફરાબાદ તાલુકામાં આવેલ વઢેરા ગામમાં નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મોડી રાતે 3 શખ્સો દ્વારા છરીનાં ઘા અને ધોકા વડે માર મારી ગામની બજારમાં સરાજાહેર હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના વઢેરા ગામમાં ગઈ કાલે મોડી રાતે જાફરભાઈ નામના પૌત્ર અને આરોપી પિતા અને 2 બે પુત્રો વચ્ચે કેટલાક લોકોને સામાન્ય બોલાચાલી થઈ હતી, તેનું મનદુઃખ રાખ્યા બાદ આરોપીઓ દ્વારા અપશબ્દ બોલતા મૃતક જુસબ મન્સૂરી દ્વારા અપશબ્દ ન બોલવાનું કહેતા આરોપી પિતા જસાભાઈ બાબુભાઇ વાઘેલા, પુત્ર વિનોદભાઈ જસાભાઈ વાઘેલા, પુત્ર રાકેશભાઈ જસાભાઈ વાઘેલા ઉશ્કેરાય જતા જાહેરમાં લાકડું અને છરીના ઘા કરી હુમલો કર્યો હતો. ત્યારબાદ જુસબ મન્સૂરીને લોહિયાન હાલતમાં જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા મામલો હત્યામાં પલટાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જતા આરોપી મોડી રાતે ફરાર થયા ઘટનાની જાણ થતા જાફરાબાદ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી. હત્યા બાદ વઢેરા ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ઘટનાની ગંભીરતા દાખવી એસપીની સૂચના બાદ કાયદો વ્યસવ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. 

પોલીસે આ મામલો ખુબ ગંભીરતા પૂર્વક લીધો આરોપીને ઝડપી પાડવા માટે જુદી જુદી દિશામાં ટિમો બનવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આરોપીને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી હતી. આજે આરોપી બંને પુત્રોની પોલીસ દ્વારા ધરપકડ કરી લીધી છે. આરોપી પિતા જસાભાઈ વાઘેલાની શોધખોળ હાથ ધરી છે. આ ઝડપાયેલ બને આરોપી પુત્રોની પોલીસ દ્વારા પુછપરછ શરૂ કરાય છે.

સમગ્ર ઘટનામાં આ બંને આરોપી પુત્રો હાલ 20 વર્ષ આસપાસના છે. સૌથી નાની ઉંમરે પોલીસ ગિરફ્તમાં આવી ચુક્યા છે. જો કે તે અન્ય દિશામાં આગળ વધે તે પહેલા હત્યાના ગંભીર ગુન્હામાં આવી જતા તેમને જેલવાસ કરવી પડશે. બંને આરોપીને આવતી કાલે પોલીસ કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ રિમાન્ડની તજવીજ હાથ ધરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news