લો બોલો! અમદાવાદમાં મહિલાને નશા યુક્ત પીણું પીવડાવી પડાવ્યા રૂપિયા, 3 આરોપીની ધરપકડ
લોનનું કામ કરતી મહિલા પાસે 2015 થી પરિચયમાં આવેલી મહિલા અને તેના પતિ સહિત 3 લોકોએ ભેગા મળી મહિલાને નશાયુક્ત કેફી પીણું પીવડાવી ફરિયાદી સાથે લોનનું કામ કરતા વ્યક્તિ સાથે ફોટો પાડીને તે ફોટો મોકલી વાયરલ કરવાની ધમકીઓ આપીને પૈસા પડાવ્યા હતા.
Trending Photos
ઉદેય રંજન/અમદાવાદ: અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં એક મહિલાએ જ અન્ય મહિલાની ગરીમાં ન જાળવી તેને બદનામ કરવાની ધમકીઓ આપી પૈસા પડાવતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નરોડા વિસ્તારમાં રહેતી અને લોન એજન્ટ તરીકે કામ કરતી 35 વર્ષીય મહિલાએ 3 લોકો સામે સરદારનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
લોનનું કામ કરતી મહિલા પાસે 2015 થી પરિચયમાં આવેલી મહિલા અને તેના પતિ સહિત 3 લોકોએ ભેગા મળી મહિલાને નશાયુક્ત કેફી પીણું પીવડાવી ફરિયાદી સાથે લોનનું કામ કરતા વ્યક્તિ સાથે ફોટો પાડીને તે ફોટો મોકલી વાયરલ કરવાની ધમકીઓ આપીને પૈસા પડાવ્યા હતા. પહેલા 2 લાખ રૂપિયાની માંગ કરી અવારનવાર ધમકીઓ આપી પૈસા માંગતા અંતે ફરિયાદીએ પોતાના દાગીના વેંચીને પહેલા એક લાખ આપ્યા હતા અને બાદમાં અન્ય મિત્ર પાસેથી 90 હજાર ઉછીના લઈને એક લાખ આપ્યા હતા.
જોકે બાદમાં પણ આરોપીઓએ પૈસાની માંગણી કરતા બાળકોનું સોનું ગીરવે મુકીને એક લાખ એમ કુલ 3 લાખ આપ્યા હતા. જે બાદમાં આરોપી મહિલાએ ફોટો વિડીયો ડિલીટ કરી નાખ્યા હતા પરંતુ થોડા દિવસ બાદ આરોપી મહિલાએ પતિના ફોનમાં હજું પણ ફોટો વિડીયો છે તેમ કહીને વધુ 50 હજારની માંગ કરતા અંતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સરદારનગર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી પૂજા દાવર તેના પતિ રાજેશ દાવર અને મંજુ અહુજા વિરુદ્ધ ફરિયાદ નોંધી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે