બનાસકાંઠાના 700 ખેડૂતોને દાઝ્યા પર ડામ, આ એક વસ્તુના કારણે લાખોના ખર્ચે બનાવેલી ખેત તલાવડીઓ ધોવાઈ

બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પાણીની અછત ભોગવતો જિલ્લો છે. આ જિલ્લામાં દિવસે અને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે, ત્યારે ભૂગર્ભજળને બચાવવા હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જળસંચયના કામો તરફ વળ્યા છે.

બનાસકાંઠાના 700 ખેડૂતોને દાઝ્યા પર ડામ, આ એક વસ્તુના કારણે લાખોના ખર્ચે બનાવેલી ખેત તલાવડીઓ ધોવાઈ

અલકેશ રાવ/બનાસકાંઠા: રાજ્ય સરકાર દ્વારા ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને નિશુલ્ક પ્લાસ્ટિક આપવાની જાહેરાતો કરાયા બાદ બનાસકાંઠા જિલ્લાના 700 જેટલા ખેડૂતોએ પોતાના ખેતરોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરીને ખેત તલાવડીઓ બનાવી પરંતુ સરકારે પ્લાસ્ટિક ન આપતા ખેડૂતો ખેત તલાવડીઓમાં પ્લાસ્ટીક ન પથારી શકયા અને જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદમાં ખેડૂતોના ખેતરોમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી ખેત તલાવડીઓ ધોવાઈ ગઇ. અને ખેડૂતોનો લાખોનો ખર્ચ પાણીમાં જતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે.

બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પાણીની અછત ભોગવતો જિલ્લો છે. આ જિલ્લામાં દિવસે અને દિવસે ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે, ત્યારે ભૂગર્ભજળને બચાવવા હવે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જળસંચયના કામો તરફ વળ્યા છે. ખેડૂતો પોતાના ખેતરોમાં ખેત તલાવડીઓ બનાવી રહ્યા છે. ત્યારે જિલ્લામાં વધુમાં વધુ ખેત તલાવડીઓ બને અને મોટા પ્રમાણમાં ખેડૂતો જળસંચયના કામો સાથે જોડાય તેને લઈ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ ડીસા તાલુકા સહિત જિલ્લાને પાણીદાર બનાવવા માટે ઝુંબેશ ઉપાડી હતી અને અનેક ખેતરોમાં જઈને ટ્રેકટર અને જેસીબી મશીન જાતે ચલાવીને ખેત તલાવડીઓમાં ખાત મુર્હત કર્યા હતા અમે તેમની રજુઆત બાદ રાજ્ય સરકાર દ્વારા થોડા સમય અગાઉ ખેત તલાવડી બનાવનાર ખેડૂતોને 500 GSM પ્લાસ્ટિક નિઃશુલ્ક આપવાની જાહેરાત કરી હતી.

જોકે સરકારની નિશુલ્ક પ્લાસ્ટિકની જાહેરાત બાદ બનાસકાંઠા જિલ્લામાં 700 જેટલાં ખેડૂતોએ પોતાના ખેતરોની મોઘી મુલી જમીનોમાં લાખો રૂપિયાનો ખર્ચો કરી ખેત તલાવડીઓ તો બનાવી દીધી પરંતુ સરકારની જાહેરાત માત્ર જાહેરાત બની રહી અને ખેડૂતોને આજ દિન સુધી પ્લાસ્ટિક ન ફાળવતા ચાલુ ચાલે થયેલા ધોધમાર વરસાદને પગલે ખેડૂતોની ખેત તળાવડીઓ ધોવાઈ ગઈ છે. ખેડૂતોએ પોતાના ખેતરોમાં જળ સંચય કરવા ખેત તલાવડીઓ બનાવી હતી પરંતુ હવે આ ખેત તલાવડીઓ જ ખેડૂતોના આંખોમાં પાણી વહાવી રહી છે. 

ત્યારે પોતાનો ખેતીનું વ્યવસાય બચાવવા ખેત તલાવડીયો બનાવનાર ખેડૂતોની શું સ્થિતિ છે તે જાણવા અમારી ટીમ પહોંચી ડીસા તાલુકાના કંસારી ગામે. તો કંસારી ગામે ખેત તલાવડીઓ બનાવી લાખો રૂપિયાનું નુકસાન ભોગવનાર ખેડૂતોમાં સરકાર સહિત નિશુલ્ક પ્લાસ્ટિકની મોટી મોટી વાતો કરનાર અને ખેડૂતોની તલાવડીઓના મુર્હતો કરવા પહોંચેલા સ્થાનિક ધારાસભ્ય પ્રવીણ માળી સામે ભારે રોષ ભભૂકેલો જોવા મળ્યો. કંસારી ગામે એકઠા થયેલા ખેડૂતો દ્વારા આક્ષેપો કરાયા છે કે સ્થાનિક ધારાસભ્ય ખેત તલાવડી બનાવવા મોટી મોટી વાતો કરતા હતા પરંતુ હવે જ્યારે ખેડૂતોને નુકસાન આવ્યું છે ત્યારે ખેડૂતોના ખેતરમાં નજર કરવા પણ નથી આવ્યા. 

અત્યારે તો ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા જે ખેડૂતોની ખેત તલાવડીઓ ધોવાઈ છે અને જેમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે તે ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવામાં આવે અને વહેલી તકે સરકારે કરેલી જાહેરાત અનુસાર પ્લાસ્ટિક ફાળવવામાં આવે નહિ તો ખેડૂતો બરબાદ થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news