મોટી દુર્ઘટના! ભરૂચમાં દરિયા કાંઠે ફરવા ગયેલા એક જ પરિવારના 7 લોકો ડૂબ્યા, 6ના મોત, 3 હોસ્પિટલમાં દાખલ
ભરૂચના વાગરા તાલુકાના મુલેર ગામે બાળકો સહિત 7 લોકો ડુબવાની ઘટના સામે આવી છે. વાગરા તાલુકાના ગંધાર ગામના દરિયા કાંઠે ફરવા ગયેલા પરિવાર દરિયામાં ભરતી આવતા પરિવાર ડૂબ્યુ હતું.
Trending Photos
ઝી બ્યુરો/ભરૂચ: ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે એક મોટી દુર્ઘટના બની છે. જેમાં બાળકો સહિત 3 બાળકો સહિત 8 લોકો ડુબવાની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા છે. સ્થાનિકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ 8 લોકોને હોસ્પિટલ ખસેડયા હતા.
વાગરા તાલુકાના ગંધાર ગામના દરિયા કાંઠે ફરવા ગયેલા પરિવાર દરિયામાં ભરતી આવતા પરિવાર ડૂબ્યુ હતું. ભરતીના પાણી અચાનક આવી જતા એકને બચાવવા જતા 7થી વધુ લોકો ડૂબ્યા હતા. અન્ય લોકોની શોધખોળ ચાલુ છે. આ ઘટનાની જાણ વાગરાના MLA અરૂણસિંહ રાણાને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ભરૂચના વાગરા તાલુકાના મુલેર ગામે બાળકો સહિત 7 લોકો ડુબવાની ઘટના સામે આવી છે. વાગરા તાલુકાના ગંધાર ગામના દરિયા કાંઠે ફરવા ગયેલા પરિવાર દરિયામાં ભરતી આવતા પરિવાર ડૂબ્યુ હતું. ભરતીના પાણી અચાનક આવી જતા એકને બચાવવા જતા 7થી વધુ લોકો ડૂબ્યા હતા.
બાળકો સહિત લોકોને ભરૂચ બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે લાવ્યા છે. બાળકો ડૂબ્યા હોવાના કારણે હોસ્પિટલ ખાતે લાવતા મોતને ભેટ્યા હતા. ફરજ પરના તબીબોએ તપાસ કરતા બાળકોને મૃત જાહેર કર્યા હતા. વાગરાના ધારાસભ્ય સહિત પોલીસ કાફલો હોસ્પિટલ ઉપર પહોંચ્યો છે. ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે