રાજયના 677 બિન હથિયારી ASI ને હંગામી ધોરણે 11 માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે
બિન હથિયારી ASIને ગુજરાત પોલીસ મેન્યુઅલમાં હંગામી ધોરણે એડહોક બઢતી આપવાની જોગવાઇ છે અને તે મુજબ બિન હથિયારી ASI ને 11 મહિનાથી વધે નહિ તે રીતે હંગામી ધોરણે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે.
Trending Photos
ગાંધીનગરઃ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને વધુ સુદ્રઢ બનાવવા માટેના પગલાઓને વધુ અસરકારક રીતે લાગુ કરી શકાય તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજયના 677 બિન હથિયારી ASI ને હંગામી ધોરણે 11 માસ માટે PSI તરીકે એડહોક પ્રમોશન આપવા માટેનો મહત્વનો નિર્ણય લેવાયેલ છે.
મંત્રીએ ઉમેર્યુ કે, બિન હથિયારી ASIને ગુજરાત પોલીસ મેન્યુઅલમાં હંગામી ધોરણે એડહોક બઢતી આપવાની જોગવાઇ છે અને તે મુજબ બિન હથિયારી ASI ને 11 મહિનાથી વધે નહિ તે રીતે હંગામી ધોરણે PSI તરીકે એડહોક પ્રમોશન અપાશે.
ગુન્હાની તપાસ, તેને લગતા સાધનીક કાગળો તૈયાર કરવાની કામગીરી, નિવેદનો મેળવવા, ગુન્હાને સબંધિત પુરાવાઓ એકત્રિત કરવા, કેસની તપાસ કરવામાં તથા નામદાર કોર્ટમાં મુદત્ત સમયે હાજરી આપવામાં PSIની ભૂમિકા ચાવીરૂપ હોય છે. વધુમાં PSIની સેવાઓ કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત કુદરતી આપત્તિ તથા રાજ્યની મુલાકાતે આવતા મહાનુભાવોની સુરક્ષા અને સલામતી માટે પણ ખુબજ મહત્વની બને છે.
આ નિર્ણયના ફળસ્વરૂપ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી વધુ સુદ્રઢ બનશે તેમજ રાજ્યમાં કોરોના સંક્રમણના નિયંત્રણને અટકાવવા રાત-દિવસ સતત ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને તેઓની ફરજો વધુ ઉત્સાહ પૂર્વક બજાવવાની પ્રેરણા મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે