છેલ્લા 18 દિવસમાં 21 સિંહના મોત, વનવિભાગે જાહેર કર્યા આંકડા

સિંહના ટપોટપ મોત બાદ વનવિભાગ અને સરકાર સફાળા જાગ્યા છે.

છેલ્લા 18 દિવસમાં 21 સિંહના મોત, વનવિભાગે જાહેર કર્યા આંકડા

જૂનાગઢઃ ગુજરાતની શાન અને ઓળખ સમા સિંહના મોતનો મામલો ચિંતાનો વિષય છે. અમરેલીની દલસાણીયા રેન્જમાં એક સિંહના મોત થઈ રહ્યાં છે. ત્યારે આજે વન વિભાગ દ્વારા સિંહના મોતનો આંકડો જાહેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કુલ 21 સિંહના મોત થયા છે. 12 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુદી 11 સિંહના મોત થયા હતા. તો 20 થી 30 સપ્ટેમ્બર વચ્ચે 10 સિંહના મોત થયા છે. આ સિંહનો કુલ મૃત્યુઆંક 21 પર પહોંચી ગયો છે. 

સિંહના ટપોટપ મોત બાદ વનવિભાગ અને સરકાર સફાળા જાગ્યા છે. હવે વધુ સિંહના મોત ન થાય તે માટે વનવિભાગ કામે લાગી ગયું છે. આ માટે વનવિભાગે કહ્યું કે, દેશભરમાંથી ઝૂના નિષ્ણાંતોને જૂનાગઢ બોલાવવામાં આવશે. અમેરિકાથી સિંહ માટે રસી મંગાવવામાં આવશે. અમરેલી જિલ્લાના દલખાણીયા અને જસાધાર રેન્જમાંથી 21 સિંહના મોત થયા છે. 

7 સિંહના મૃત જંગલમાંથી મળી આવ્યા હતા તેમ વનવિભાગે જણાવ્યું છે. સિંહોના જુદા જુદા સેમ્પલો લઈ NIV પુના મોકલવામાં આવ્યા છે. તેમાંથી ચાર સિંહોના શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળ્યું હતું. તા. 24 સપ્ટેમ્બરથી 550 કર્મીઓની 140 જેટલી ટીમે 600 જેટલા સિંહોનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં
9 સિંહ બીમાર જોવા મળ્યા હતા. તો 5 ને રેસ્ક્યૂ કરી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ચાર સિંહને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news