આશ્ચર્યજનક: 15 વર્ષની તરૂણીને પેટમાં દુખાવો થયો, હોસ્પિટલ ગયા તો બાળકનો જન્મ થયો !
Trending Photos
ખેતરમાં સામાન્ય ખેત મજુરી કરતી તરૂણી પર દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી છે. છોટાઉદેપુર જિલ્લામાં રહેતી તરૂણી ખેતમજુરી કરીને પરિવારને મદદરૂપ થવાનો પ્રયાસ કરે છે. 15 વર્ષની તરૂણીને અચાનક પેટમાં દુખાવો થતા તેને હોસ્પિટલ લઇ જવાઇ હતી. જ્યાં તેણે બાળકને જન્મ આપતા સમગ્ર પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો.
બાળકીને શાંતિથી પુછપરછ કરતા તેણે જણાવ્યું કે, તે જે ખેતરમાં કામ કરે છે તેના માલિકનાં પુત્રએ જ તેને ફોસલાવીને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે તે ગર્ભવતી બની હતી. હાલ તો સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ આદરી છે. ઉપરાંત નરાધમને ઝડપી લેવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે