અમદાવાદમાં 12 હજાર લોકો સાથે ઠગાઈ, સ્કોલરશીપ અને તેલ આપવાના નામે લગાવાયો ચૂનો!

આરોપીએ અમરાઈવાડી વિસ્તારમાં સોચ ફાઉન્ડેશન નામની એનજીઓ 2020માં શરૂ કરી હતી. જેમાં અનેક લોકોને નોકરીઓ આપી હતી. આરોપીના ત્યાં થોડા સમય પહેલા ફરિયાદી રોહિણી મરાઠી ટીમ લીડર મહિને 25 હજાર પગારમાં નોકરી એ લાગ્યા હતા.

અમદાવાદમાં 12 હજાર લોકો સાથે ઠગાઈ, સ્કોલરશીપ અને તેલ આપવાના નામે લગાવાયો ચૂનો!

ઉદય રંજન/અમદાવાદ: અમરાઈવાડી વિસ્તારમાં એક બ્લફમાસ્ટર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે આરોપી ઓફિસ ધરાવી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ તેમજ મહિલાઓને તેલ આપવાનું જણાવી ફોર્મ ભરવાની ફીના નામે લાખો રૂપિયા પડાવી લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

આરોપીએ અમરાઈવાડી વિસ્તારમાં સોચ ફાઉન્ડેશન નામની એનજીઓ 2020માં શરૂ કરી હતી. જેમાં અનેક લોકોને નોકરીઓ આપી હતી. આરોપીના ત્યાં થોડા સમય પહેલા ફરિયાદી રોહિણી મરાઠી ટીમ લીડર મહિને 25 હજાર પગારમાં નોકરી એ લાગ્યા હતા. રાહુલ પરમાર તેઓને સોચ સંસ્થા બાળકો અને મહિલાઓ માટે અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરતી હોવાનું જણાવ્યું હતું. જે બાદ રાહુલે ફરિયાદીને બે પ્રોજેક્ટ આપ્યા હતા. 

જેમાં એક વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ મિશન સુનેહરા ભવિષ્ય સ્કોલરશીપ પ્રોજેક્ટ હતો અને મહિલાઓને કપાસિયા તેલ આપવાનો પ્રોજેક્ટ હતો. જે બન્નેમાં ફરિયાદીએ ફોર્મ ભરવાની અલગ અલગ ફી પેટે કુલ 22 લાખ રૂપિયા આરોપીના ત્યાં જમા કરાવ્યા હતા. જોકે આરોપીએ કોઈ પણ વિદ્યાર્થીને સ્કોલરશીપ કે મહિલાને તેલ ન આપી છેતરપિંડી આચરી હતી. 

બ્લફ માસ્ટર આરોપી રાહુલ પરમારે બનાવેલા આ પ્રોજેક્ટની વાત કરીયે તો અભ્યાસ માટે સ્કોલરશીપ પ્રોજેક્ટમાં આંગણવાડી થી ધોરણ 6 સુધીના બાળકોને 1 હજાર રૂપિયાની સ્કોલરશિપ, તેમજ ધોરણ 7 થી 10 સુધીના વિદ્યાર્થીઓ માટે 1500 રૂપિયા અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને મીશન સુનેહરા ભવિષ્ય સ્કોલરશીપ પ્રોજેક્ટ આપવાની વાત કરી હતી. જેમાં એક એક વિદ્યાર્થી દિઠ 200 રૂપિયા ફોર્મ ની ફી મેળવી હતી. 

ફરિયાદીએ અલગ અલગ જગ્યાઓ પર ફરીને કુલ 8 હજાર વિદ્યાર્થી ઓના સ્કોલરશીપ ના ફોર્મ ભરી 16 લાખ રૂપિયા રાહુલ ને જમા કરાવ્યા હતા. તેમજ કપાસિયા તેલ આપવાના પ્રોજેક્ટમાં ફરિયાદીએ 150 રૂપિયા ફોર્મ ફી પેટે કુલ 4 હજાર બહેનો પાસેથી 6 લાખ રૂપિયા લઈ બ્લફ માસ્ટર રાહુલ પરમાર ને આપ્યા હતા. 

જોકે બાદમાં આરોપી બ્લફ માસ્ટરે કોઈ પણ વ્યક્તિને એક પણ રૂપિયા કે વસ્તુઓ અને પગાર ન આપી ને ઓફિસ બંધ કરી ફરાર થઈ ગયો હતો બ્લફ માસ્ટર રાહુલ પરમાર હજારો લોકો સાથે ઠગાઈ થતા અનેક ભોગ બનનારા એકત્ર થઈને અમરાઈવાડી પોલીસ મથકે થોડા દિવસો પહેલા પહોંચ્યા હતા. આ મામલે રજૂઆત કરી હતી. આ ઘટનાને લઈને અંતે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં બ્લફ માસ્ટર રાહુલ પરમાર સામે છેતરપિંડી નો ગુનો નોંધીને બ્લફ માસ્ટર ને ઝડપવા અમરાઈવાડી પોલીસે કમર કસી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news