Exclusive : જયા સાહાએ શ્રદ્ધા કપૂર માટે આ ખાસ Drug ની વ્યવસ્થા કરી હતી

નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો(Narcotics Control Bureau)ની પૂછપરછમાં જયા સાહાએ મોટો ખુલાસો કર્યો છે. એજન્સીની પૂછપરછ દરમિયાન અધિકારીઓએ જ્યારે જયાને તેની ચેટ બતાવીને સવાલ જવાબ કર્યા તો તેણે જણાવ્યું કે અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) માટે તેણે CBD ઓઈલની વ્યવસ્થા કરી હતી. 
Exclusive : જયા સાહાએ શ્રદ્ધા કપૂર માટે આ ખાસ Drug ની વ્યવસ્થા કરી હતી

નવી દિલ્હી: નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો(Narcotics Control Bureau)ની પૂછપરછમાં જયા સાહાએ મોટો ખુલાસો કર્યો છે. એજન્સીની પૂછપરછ દરમિયાન અધિકારીઓએ જ્યારે જયાને તેની ચેટ બતાવીને સવાલ જવાબ કર્યા તો તેણે જણાવ્યું કે અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) માટે તેણે CBD ઓઈલની વ્યવસ્થા કરી હતી. 

જયાએ CBD ઓઈલ શ્રદ્ધા માટે ઓનલાઈન મંગાવ્યું હતું. આ  બાજુ નમ્રતા શિરોડકરની ચેટ વિશે જયાએ જણાવ્યું કે ચેટ તેની જ છે પરંતુ તેને આ ચેટ વિશે બહુ યાદ નથી. આ ઉપરાંત તેણે સ્વીકાર્યું કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) , રિયા ચક્રવર્તી, ફિલ્મ મેકર મધુ માંટેના વર્મા, અને પોતાના માટે પણ CBD ઓઈલ મંગાવ્યું હતું. અત્યાર સુધી ડ્રગ્સ માટે કોઈ પણ પેડલર સાથે સંપર્ક હોવાની વાતનો જયાએ ઈન્કાર કર્યો છે. તેનું કહેવું છે કે નશાના આ સામાનની વ્યવસ્થા તેણે ઓનલાઈન કરી હતી. 

ભારતમાં પ્રતિબંધિત છે CBD ઓઈલ
બોલિવૂડના ડ્રગ્સ કનેક્શનની તપાસમાં રોજેરોજ ખુલાસા થઈ રહ્યા છે. બીડ અને અન્ય ડ્રગ્સ બાદ હવે એનસીબીની પૂછપરછમાં નશા માટે જાણીતી હસ્તીઓના CBD ઓઈલના ઉપયોગનો ખુલાસો થયો છે. અત્રે જણાવવાનું કે સીબીડી એ ડ્રગ છે જે ભારતમાં પ્રતિબંધિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news