આ અભિનેત્રીએ શાહરૂખની સુપરહીટ ફિલ્મથી કર્યુ હતું ડેબ્યુ, હવે લાગે છે અલગ, ઓળખી તમે?

બોલિવૂડમાં મહિમા ચૌધરીએ જ્યારે ડગ માંડ્યા ત્યારે તેની ખુબસુરતી પાછળ લોકો પાગલ થઈ ગયા હતાં. પરંતુ ત્યારબાદ એક સમય એવો આવ્યો કે મહિમા ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ. જો કે તેના ફેન્સ હંમેશા તેની એક ઝલક મેળવવા માટે બેતાબ રહે છે. જો કે મહિમાનો હાલ એક ફોટો સામે આવ્યો છે જે જોઈને કદાચ વિશ્વાસ ન કરી શકો કે આ મહિમા જ છે. મહિમાએ પોતે આ ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. 

આ અભિનેત્રીએ શાહરૂખની સુપરહીટ ફિલ્મથી કર્યુ હતું ડેબ્યુ, હવે લાગે છે અલગ, ઓળખી તમે?

નવી દિલ્હી: બોલિવૂડમાં મહિમા ચૌધરીએ જ્યારે ડગ માંડ્યા ત્યારે તેની ખુબસુરતી પાછળ લોકો પાગલ થઈ ગયા હતાં. પરંતુ ત્યારબાદ એક સમય એવો આવ્યો કે મહિમા ફિલ્મોમાંથી ગાયબ થઈ ગઈ. જો કે તેના ફેન્સ હંમેશા તેની એક ઝલક મેળવવા માટે બેતાબ રહે છે. જો કે મહિમાનો હાલ એક ફોટો સામે આવ્યો છે જે જોઈને કદાચ વિશ્વાસ ન કરી શકો કે આ મહિમા જ છે. મહિમાએ પોતે આ ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. 

Mahima Chaudhry now

નોંધનીય છે કે અસલ જીવનમાં રિતુ ચૌધરી અને રૂપેરી પડદે મહિમા ચૌધરીના નામથી પ્રસિદ્ધ આ અભિનેત્રીએ સુભાષ ઘાઈની સુપરડુપર હિટ ફિલ્મ પરદેસથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફિલ્મમાં તે શાહરૂખ  ખાન સાથે ગંગાની ભૂમિકામાં જોવા મળી હતી. 

Mahima Chaudhry Pictures

પોતાની પહેલી ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો ઝી સિને એવોર્ડ મેળવનારી મહિમા ચૌધરીએ શાહરૂખ જેવો મોટો સ્ટાર હોવા છતાં પરદેસ ફિલ્મથી પોતાની એક ઓળખ બનાવી. ગામડાની યુવતી ગંગાની ભૂમિકાએ તેને ઘેર ઘેર મશહૂર કરી દીધી. મહિમા પર ફિલ્માવવામાં આવેલું ગીત આઈ લવ માય ઈન્ડિયા સહિત ફિલ્મના અનેક ગીતો ખુબ જાણીતા થયા હતાં. પરદેસ બાદ મહિમા પાસે ફિલ્મોની લાઈન લાગી ગઈ હતી. 

મહિમાનો લેટેસ્ટ ફોટો

A post shared by Mahimachaudhry (@mahimachaudhry1) on

જો કે પહેલી હીટ ફિલ્મ બાદ મહિમા હિટ ફિલ્મ માટે તરસતી રહી. દાગ અને ધડકનથી તેને થોડી પ્રસિદ્ધિ મળી પરંતુ ત્યારબાદ તે સાઈડ હીરોઈન બની ગઈ. 2006 બાદ તેને નાના મોટા રોલ મળતા પણ બંધ થઈ ગયાં. એક ઈન્ટરવ્યુમાં મહિમાએ કહ્યું હતું કે હું ફિલ્મોથી દૂર થઈ ગઈ હતી, કારણ કે મારે જીવનનો બેસ્ટ રોલ પ્લે કરવાનો હતો. આ રોલ એક માતાનો હતો. જે રિલ નહીં પરંતુ રિયલ હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news