Srikanth On OTT: બોક્સ ઓફિસ પછી આ OTT પ્લેટફોર્મ પર ધુમ મચાવશે રાજકુમાર રાવની ફિલ્મ શ્રીકાંત

Srikanth On OTT: આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને હવે ઓટીટી પર ધમાલ બચાવવા માટે રિલીઝ થઈ ગઈ છે. જો તમે આ વિકેન્ડમાં કોઈ ફિલ્મ જોવાનું પ્લાન કરી રહ્યા છો તો રાજકુમાર રાવની આ ફિલ્મ બેસ્ટ ઓપ્શન રહેશે. રાજકુમાર રાવની ફિલ્મ બોક્સ ઓફિસ રિલીઝ થયાના બે મહિના પછી ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. 

Srikanth On OTT: બોક્સ ઓફિસ પછી આ OTT પ્લેટફોર્મ પર ધુમ મચાવશે રાજકુમાર રાવની ફિલ્મ શ્રીકાંત

Srikanth On OTT: રાજકુમાર રાવની ફિલ્મ શ્રીકાંત 10 મે ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન તુષાર હીરાનંદાનીએ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણી તો ઠીકઠાક કરી હતી પરંતુ ફિલ્મના વખાણ ખૂબ જ થયા હતા. ખાસ તો રાજકુમાર રાવના અભિનયને લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. શ્રીકાંત ફિલ્મમાં રાજકુમાર રાવે નેત્રહીન ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાનું પાત્ર ભજવ્યું હતું અને તેની એક્ટિંગના ખૂબ વખાણ પણ થયા હતા. 

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને હવે ઓટીટી પર ધમાલ બચાવવા માટે રિલીઝ થઈ ગઈ છે. જો તમે આ વિકેન્ડમાં કોઈ ફિલ્મ જોવાનું પ્લાન કરી રહ્યા છો તો રાજકુમાર રાવની આ ફિલ્મ બેસ્ટ ઓપ્શન રહેશે. રાજકુમાર રાવની ફિલ્મ બોક્સ ઓફિસ રિલીઝ થયાના બે મહિના પછી ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. 

શ્રીકાંત ફિલ્મમાં રાજકુમાર રાવ ઉપરાંત અલાયા એફ, જ્યોતિકા, શરદ કેલકર મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. રાજકુમાર રાવની આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ અંગેની સત્તાવાર જાહેરાત નેટફ્લિક્સ તરફથી કરવામાં આવી હતી. નેટફ્લિક્સે તેના ઈંસ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મ શ્રીકાંતનું પોસ્ટર શેર કરીને જણાવ્યું હતું કે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર શ્રીકાંત ફિલ્મ 5 જુલાઈથી સ્ટ્રીમ થશે. 

આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે જન્મથી નેત્રહીન શ્રીકાંત કેવી રીતે પોતાના જીવનના ઉતાર-ચઢાવ અને સંઘર્ષ સામે લડીને સફળતા પ્રાપ્ત કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news