વિવેક ઓબેરોયથી બદલો લેવા આ અંદાજમાં નિકળ્યા અમિતાભ-અભિષેક-સલમાન! Meme Viral

વિવેક ઓબેરોય દ્વારા સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક અને સલમાન ખાના અંગત જીવન પર બનેલા મજાકીયા મીમને શેર કર્યા બાદ હોબાળો શરૂ થઇ ગયો છે, હવે આ મુદ્દે વિવેક ઓબેરોય માફી માંગી ચૂક્યા છે. તો હવે કોઇ તેમના વિરોધમાં છે તો કોઇ તેમનો સાથ આપી રહ્યા છે. આ મામલો એ પ્રકારે ચર્ચામાં છે સોશિયલ મીડિયા પર સતત મુદ્દે મજેદાર મીમ્સ સામે આવ્યા છે. 
વિવેક ઓબેરોયથી બદલો લેવા આ અંદાજમાં નિકળ્યા અમિતાભ-અભિષેક-સલમાન! Meme Viral

નવી દિલ્હી: વિવેક ઓબેરોય દ્વારા સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક અને સલમાન ખાના અંગત જીવન પર બનેલા મજાકીયા મીમને શેર કર્યા બાદ હોબાળો શરૂ થઇ ગયો છે, હવે આ મુદ્દે વિવેક ઓબેરોય માફી માંગી ચૂક્યા છે. તો હવે કોઇ તેમના વિરોધમાં છે તો કોઇ તેમનો સાથ આપી રહ્યા છે. આ મામલો એ પ્રકારે ચર્ચામાં છે સોશિયલ મીડિયા પર સતત મુદ્દે મજેદાર મીમ્સ સામે આવ્યા છે. 

આ મીમ પર જ્યાં એકતરફ જોરદાર બબાલ મચી છે તો ટ્વિટર પર યૂજર્સ મજેદાર મીમ્સ શેર કરી રહ્યા છે. તેમને જોઇને તમે પણ પોતાનું હાસ્ય રોકી શકશો નહી. જ્યાં એક તરફ ફોટામાં અભિષેક બચ્ચન અને સલમાન ખાન, અમિતાભ બચ્ચનની સાથે બાઇક પર 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના અંદાજમાં વિવેક ઓબેરોયથી બદલો લેવા જઇ રહ્યા છે. જુઓ આ મીમ

— Bᴇɪɴɢ Sᴀᴅɪǫ (@Isalmanist) May 20, 2019

આ ઉપરાંત સલમાન ખાન અને વિવેક ઓબેરોયનો જુનો વીડિયો પણ ગઇકાલ સાંજથી ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે જેમાં વિવેક ઓબેરોય સલમાન ખાન પાસેથી માફી માંગતા જોવા મળી રહ્યા છે. જુઓ આ વીડિયો ક્લિપ...

— Soojatha (@Skm20Suja) May 20, 2019

મહિલા આયોગે અભિનેતા પાસેથી 'સંતોષજનક સ્પષ્ટીકરણ' માંગતા કહ્યું કે તમે પોતાના 'અપમાનજનક અને ખોટી ટ્વિટર પોસ્ટમાં કિશોર છોકરી અને એક મહિલાનો ફોટાના માધ્યમથી ચૂંટણીના પરિણામો અને એક મહિલાના વ્યક્તિગત જીવન વચ્ચે ધૂર્ત તુલના કરી. આ મુદ્દે સોશિયલ મીડિયા પર સતત મીમ્સ બની રહ્યા છે જેને લોગ ખૂબ પસંદ કરી રહ્યા છે. 

જ્યાં એક તરફ ઘણી ફિલ્મી સેલિબ્રિટીઝની સાથે મહિલા આયોગ, રાજકીય ચહેરાઓ વિવેકની ટીકા કરી રહ્યા છે તો બીજી તરફ વિવેક પણ આ મુદ્દે માફી માંગવાની ના પાડી દીધી હતી. થોડીવાર પહેલાં જ હવે આ મુદ્દે વિવેક માફી માંગી ચૂક્યા છે. 
ऐश्वर्या राय पर ट्वीट करके बुरे फंसे विवेक ओबेरॉय, राष्ट्रीय महिला आयोग से मिला नोटिस!

તમને જણાવી દઇએ કે તેમના ટ્વિટમાં ત્રણ ફોટા એકસાથે સેટ હતા. પહેલા ફોટામાં સલમાન ખાન અને ઐશ્વર્યા રાયને બતાવીને 'ઓપિનિયન પોલ'નો ઉલ્લેખ કર્યો, તો બીજા ફોટામાં 'એક્ઝિટ પોલ'નો ઉલ્લેખ કર્યો જેમાં અભિનેત્રીની સાથે વિવેકને દર્શાવ્યો હતો અને ત્રીજા ફોટામાં પોતાના પતિ અભિષેક બચ્ચન અને તેમની સાત વર્ષીય પુત્રી આરાધ્યની સાથે ઐશ્વર્યા રાય બચ્ચનને બતાવવામાં આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news