સુશાંત વિશેના સવાલ પર અંકિતાને આવ્યો ભારે ગુસ્સો ! VIDEOમાં કહી દીધું ન કહેવાનું

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે હાલમાં જ પોતાની ભૂતપૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેની પહેલી ફિલ્મ 'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી'માં તેના લુકના વખાણ કર્યા હતા. આ બંને છ વર્ષ સુધી રિલેશનશીપમાં રહી ચૂક્યા છે. ગયા અઠવાડિયે સુશાંતે તેની પોસ્ટ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "આ બહુ સરસ લાગી રહ્યું છે અંકિતા. હું આ જોઈને બહુ ખુશ છું. ભગવાન તને બહુ સફળતા અને ખુશી આપે." આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે, "આભાર સુશાંત. તમારા માટે આ જ કામના કરુ છું." 
સુશાંત વિશેના સવાલ પર અંકિતાને આવ્યો ભારે ગુસ્સો ! VIDEOમાં કહી દીધું ન કહેવાનું

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે હાલમાં જ પોતાની ભૂતપૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડેની પહેલી ફિલ્મ 'મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસી'માં તેના લુકના વખાણ કર્યા હતા. આ બંને છ વર્ષ સુધી રિલેશનશીપમાં રહી ચૂક્યા છે. ગયા અઠવાડિયે સુશાંતે તેની પોસ્ટ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "આ બહુ સરસ લાગી રહ્યું છે અંકિતા. હું આ જોઈને બહુ ખુશ છું. ભગવાન તને બહુ સફળતા અને ખુશી આપે." આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે, "આભાર સુશાંત. તમારા માટે આ જ કામના કરુ છું." 

હાલમાં Telly Tashan દ્વારા યુ ટ્યૂબ પર 'સ્ટાર સ્ક્રીન અવોર્ડ'નો એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો જેમાં સુશાંત અને અંકિતા બંને જોવા મળ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે વાતચીત દરમિયાન જ્યારે અંકિતાને સુશાંત સિંહ રાજપૂત વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તે બહુ નારાજ થઈ ગઈ હતી અને જવાબ દીધા વગર તેણે ચાલતી પકડી હતી. 

આ કાર્યક્રમમાં સુશાંતને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું તેઓ હિન્દી ફિલ્મોમાં આગમન બદલ અંકિતાને વ્યક્તિગત અભિનંદન આપશો ? આ સવાલના જવાબમાં સુશાંતે કહ્યું કે, "હું અસલ જિંદગીમાં જેવો છું એવો જ ડિજિટલ મંચ પર છું. મેં જે ટિપ્પણી પોસ્ટ કરી છે એ લોકોને બતાવવા માટે નહીં પણ ખરેખર અભિનંદન આપવા માટે જ છે. મને નથી લાગતું કે આ માટે અલગથી વાત કરવાની જરૂર નથી." 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news