VIDEO: રિલીઝ થયું 'BHOOT'નું પ્રથમ ગીત, જોવા મળી ભૂમિ પેડનેકરની પ્રથમ ઝલક


2.22 મિનિટના આ ગીતને માત્ર થોડી કલાકોમાં 25 લાખ કરતા વધુ જોઈ ચુક્યા છે. 


 

VIDEO: રિલીઝ થયું 'BHOOT'નું પ્રથમ ગીત, જોવા મળી ભૂમિ પેડનેકરની પ્રથમ ઝલક

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા વિક્કી કૌશલ (Vicky Kaushal)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ભૂત પાર્ટ વનઃ ધ હોન્ટેડ શિપ (Bhoot Part One: The Haunted Ship)'નું પ્રથમ ગીત 'ચન્ના વે (Channa Ve)' રિલીઝ થઈ ગયું છે. રિલીઝ થતાં જ આ ગીત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. સિંગર અખિલ સચદેવા અને મનશીલ ગુજરાલે આ ગીતને સ્વર આપ્યો છે, સાથે આ ગીતના સંગીત અને લિરિક્સ પણ અખિલ સચદેવાના છે. 2.22 મિનિટનું ગીતને માત્ર થોડી કલાકોમાં 25 લાખ કરતા વધુ લોકો જોઈ ચુક્યા છે. અત્યાર સુધી ટીઝરથી લઈને ટ્રેલર સુધી ગાયબ રહેલી ફિલ્મની મુખ્ય અભિનેત્રી ભૂમિ પેડનેકરની પ્રથમ ઝલક પણ આ ગીતમાં જોવા મળી રહી છે. 

હાલમાં રિલીઝ થયેલું આ ફિલ્મનું ટ્રેલર ડરાવી રહ્યું છે, જેને જોઈને લોકોને રૂવાંટા ઉભા થઈ રહ્યાં છે. ફિલ્મના ટ્રેલરથી તે વાતનો અંદાજ લાગે છે કે આ કહાની એક SEA BIRD પર કેન્દ્રીત છે. SEA BIRD જે એક ડેડ શિપ છે, તે ખરાબ હવામાનને કારણે મુંબઈની જુહૂ બિચ પર આવી જાય છે. ચોંકાવનારી વાત છે કે તે હોય છે એક શિપ પરંતુ એકવણ વ્યક્તિ હાજર નથી. ત્યારબાદ પૃથ્વી (વિક્કી કૌશલ) જે SEA BIRD પર સર્વેઇંગ ઓફિસર હતો, તે શિપની અંદર જાય છે. પૃથ્વી શિપની અંદર જતાં જ શરૂ થાય છે ડરનો ખેલ. 

આ ફિલ્મના ટ્રેલરને જોયા બાદ અમે કહી શકીએ કે ઘણા વર્ષો બાદ એકવાર ફરી બોલીવુડમાં કોઈ સારી હોરર ફિલ્મ જોવા મળશએ, જેની સ્ટોરી તો સારી લાગી રહી છે. ધર્મા પ્રોડક્શનમાં બનનારી આ ફિલ્મ વિક્કી કૌશલની સાથે ભૂમિ પેડનેકર જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શન ભાનૂ કરી રહ્યાં છે. આ ફિલ્મ આગામી 21 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news