#TheKashmirFiles: ફિલ્મના સ્ક્રિનિંગમાં ધ્રૂસકે ધ્રસકે રડ્યા દર્શકો, VIDEO જોઈને ઉભા થઈ જશે રૂવાટાં

હાલમાં ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ'ની સ્પેશિયલ સ્ક્રીનિંગ જમ્મુમાં રાખવામાં આવી. જ્યારે ફિલ્મ પુરી થઈ ત્યારે સિનેમા હોલનો માહોલ પુરી રીતે ગમગીન બનેલો જોવા મળ્યો હતો. લોકો ફિલ્મ પુરી થયા પછી પોતાની સીટ પર ઉભા થઈને આંસુ લૂછતા અને સિસકોરા લેતા નજરે પડ્યા.

#TheKashmirFiles: ફિલ્મના સ્ક્રિનિંગમાં ધ્રૂસકે ધ્રસકે રડ્યા દર્શકો, VIDEO જોઈને ઉભા થઈ જશે રૂવાટાં

નવી દિલ્હી: અનુપમ ખેર અને વિવેક અગ્નિહોત્રી એ બોલીવુડ સેલિબ્રિટીઓમાં સામેલ છે, જેઓ હાલના સમયે પોતાના કામને લઈને ચર્ચામાં રહ્યા છે. અનુપમ ભૂતકાળમાં પણ ઘણી વખત કાશ્મીરી પંડિતોના વિસ્થાપન પર પોતાની વાત કરી ચૂક્યા છે. પરંતુ આ વખતે તેમણે પોતાની વાતને પોતાની એક્ટિંગ મારફતે ફિલ્મ 'ધ કાશ્મીરી ફાઈલ્સ' કાશ્મીરી પંડિતો મારફતે રાખી છે. ફિલ્મ એટલી કરુણ છે કે સ્પેશિયલ સ્ક્રીનિંગ (ધ કાશ્મીર ફાઇલ્સ પબ્લિક રિવ્યુ)માં બેઠેલી દરેક વ્યક્તિ રડતી જોવા મળે છે.

વિવેક અગ્ર્નિહોત્રીએ શેર કર્યો વીડિયો
હાલમાં ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ'ની સ્પેશિયલ સ્ક્રીનિંગ જમ્મુમાં રાખવામાં આવી. જ્યારે ફિલ્મ પુરી થઈ ત્યારે સિનેમા હોલનો માહોલ પુરી રીતે ગમગીન બનેલો જોવા મળ્યો હતો. લોકો ફિલ્મ પુરી થયા પછી પોતાની સીટ પર ઉભા થઈને આંસુ લૂછતા અને સિસકોરા લેતા નજરે પડ્યા. આ વીડિયોને ખુદ ડાયરેક્ટર વિવેક અગ્ર્નિહોત્રીએ ટ્વિટર પર શેર કર્યો છે. જુઓ આ વીડિયો....

— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 5, 2022

સત્ય સામે લાવવાનો છે દાવો!
આ વીડિયોને શેર કરતા વિવેકે કેપ્શનમાં લખ્યું છે કે, 'જમ્મુમાં છેલ્લી રાત' તેની સાથે તેમણે ફિલ્મનું નામ #TheKashmirFiles લખ્યું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મને લઈને મેકર્સે દાવો કર્યો છે કે આ ફિલ્મ કાશ્મીરી વિસ્થાપનના સત્યને લોકોની સામે લાવશે. ફિલ્મમાં અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી સિવાય પલ્લવી જોશી અને દર્શન કુમાર પણ છે.

આ વિષય પર છે આ ફિલ્મ
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 32 વર્ષ પહેલા કાશ્મીરમાં પંડિતોની સાથે થયેલા નરસંહાર પર આધારિત છે. મેકર્સનું માનીએ તો આ ફિલ્મમાં તેમણે લોકોના અનુભવ અને તે સમયના રિપોર્ટોના આધાર પર બનાવ્યો છે. ફિલ્મ 11 માર્ચે સિનેમાધરોમાં રિલીઝ થનાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news