બે મહિના સુધી હોટલમાં કેમ રોકાયો સુશાંત? શું છે ભૂત-પ્રેત કનેક્શન? CBI કરશે તપાસ


અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ની ટીમની નજર હવે મુંબઈની વોટર સ્ટોન હોટલ-ક્લબ પર પણ ટકી છે. 

બે મહિના સુધી હોટલમાં કેમ રોકાયો સુશાંત? શું છે ભૂત-પ્રેત કનેક્શન? CBI કરશે તપાસ

નવી દિલ્હીઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ની ટીમની નજર હવે મુંબઈની વોટર સ્ટોન હોટલ-ક્લબ પર પણ ટકી છે. પરિવારનો આરોપ છે કે આ રિસોર્ટમાં આવ્યા બાદથી સુશાંત સિંહ પોતાના પરિવારથી દૂર થઈ ગયો હતો. સુશાંતને આ રિસોર્ટમાં રિયા લઈ ગઈ હતી. તે ત્યાં 2 મહિના સુધી રોકાયેલો હતો. 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત બાંદ્રાના ફ્લેટમાં રહેતો હતો. જાણકારી પ્રમાણે, તે ફ્લેટમાં ભૂત પ્રેતની વાત હતી, તેથી તે વોટર સ્ટોન હોટલ-ક્લબમાં રોકાયો હતો. સીબીઆઈની ટીમ ગઈકાલે આ હોટલના સ્ટાફ મેનેજરની પૂછપરછ કરી ચુકી છે. સીબીઆઈ જાણકારી મેળવી રહી છે કે જે દરમિયાન સુશાંત અહીં રોકાયો હતો, કોણ-કોણ લોકો તેને મળવા આવતા હતા. 

સુશાંત કેસ: CBIનો આજે શું છે પ્લાન? આ લોકોની પૂછપરછ કરી શકે છે ટીમ

હોટલ વોટર સ્ટોન હોટલ-ક્લબના સીસીટીવી વિશે પણ સીબીઆઈએ જાણકારી મેળવી છે. હોટલમાં રિયા ચક્રવર્તી, સ્પ્રિચુઅલ ગુરૂ મહેશ જોશીને લઈને આવી હતી. મહેશ જોશીએ સુશાંતની સ્પ્રિચુઅલ હીલિંગ કરી હતી. સ્પ્રિચુઅલ ગુરૂ મહેશ જોશીની પણ હવે સીબીઆઈ પૂછપરછ કરશે. 

સીબીઆઈની પાસે ઘણા સવાલ છે, જેનો જવાબ જાણવાના પ્રયાસ થઈ રહ્યાં છે. પ્રથમ સવાલ આ હોટલમાં સુશાંત આખરે બે મહિના સુધી કેમ રોકાયો હતો? બીજો સવાલ- કોના કહેવાથી રોકાયો? ત્રીજો સવાલ- ફ્લેટમાં ભૂત પ્રેતનું સત્ય શું છે?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news