VIDEO: રિલીઝ થઈ શાહરૂખ ખાનની પુત્રીની પ્રથમ ફિલ્મ, દમદાર છે સુહાના ખાનની એક્ટિંગ

શોર્ટ ફિલ્મ  'ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ (The Grey Part of Blue)' રિલીઝ થઈ ચુકી છે. આ સાથે શાહરૂખની લાડો એક્ટિંગની દુનિયામાં પગ મુકી ચુકી છે. 

VIDEO: રિલીઝ થઈ શાહરૂખ ખાનની પુત્રીની પ્રથમ ફિલ્મ, દમદાર છે સુહાના ખાનની એક્ટિંગ

નવી દિલ્હીઃ થોડા દિવસોથી શાહરૂખ ખાનની (Shah Rukh Khan)ની પુત્રી સુહાના ખાન (Suhana Khan)ની એક્ટિંગ ડેબ્યૂની ચર્ચામાં જોર-શોરથી ચાલી રહી હતી. હવે આખરે સુહાના ખાને પોતાની એક્ટિંગમાં પર્દાપણ કરી લીધું છે. તેની શોર્ટ ફિલ્મ 'ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ (The Grey Part of Blue)' રિલીઝ થઈ ચુકી છે. આ સાથે શાહરૂખની લાડો એક્ટિંગની દુનિયામાં પગ મુકી ચુકી છે. 

આ દસ મિનિટની શોર્ટ ફિલ્મમાં સુહાનાની એક્ટિંગ લોકોને ખુબ પસંદ આવી રહી છે. એટલું જ નહીં એક્ટિંગની સાથે-સાથે સુહાના કેમેરાની સામે ખુબ સહજ લાગી રહી છે. આ ફિલ્મ એક યંગ કપલ પર બેસ્ડ છે. જે સંબંધોને નજીકથી દેખાડવાનો પ્રયત્ન કરે છે. જુઓ આ ફિલ્મ.... 

આ ફિલ્મ ઈંગ્લિશ ભાષામાં છે, શોર્ટ ફિલ્મ 'ધ ગ્રે પાર્ટ ઓફ બ્લૂ'ને થિયોડર ગિમેનોએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં સુહાનાની ઓપોઝિટ રોબિન ગોનેલા લીડ રોલમાં છે. 

મહત્વનું છે કે સુહાના એક્ટિંગની દુનિયામાં પોતાનું કરિયર બનાવવા ઈચ્છે છે. તેથી તે આ દિવસોમાં ન્યૂયોર્ક યૂનિવર્સિટીમાં પોતાની સિક્લ્સને ઇમ્પ્રુવ કરવા માટે હાયર એજ્યુકેશન લઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news