આલિયાના અમદાવાદમાં ધામા, 10 દિવસ સુધી ચાલશે RRR ફિલ્મનું શૂટિંગ

તાજેતરમાં જ એસ એસ રાજામૌલીએ પોતાની બહુપ્રતિષ્ઠિત ફિલ્મ આર આર આરની જાહેરાત સાથે દર્શકોમાં ઉત્સાહ જોવા મળ્યો. જૂનિયર એનટીઆર અને રામ ચરણ અભિનિત આ ફિલ્મમાં અજય દેવગણ સાથે આલિયા પણ જોવા મળશે. 

આલિયાના અમદાવાદમાં ધામા, 10 દિવસ સુધી ચાલશે RRR ફિલ્મનું શૂટિંગ

મુંબઇ: તાજેતરમાં જ એસ એસ રાજામૌલીએ પોતાની બહુપ્રતિષ્ઠિત ફિલ્મ આર આર આરની જાહેરાત સાથે દર્શકોમાં ઉત્સાહ જોવા મળ્યો. જૂનિયર એનટીઆર અને રામ ચરણ અભિનિત આ ફિલ્મમાં અજય દેવગણ સાથે આલિયા પણ જોવા મળશે. 

હૈદ્વાબાદમાં ફિલ્મ પહેલાં શેડ્યૂલને ખતમ કરી હવે આરઆરઆરની સ્ટાર કાસ્ટ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફિલ્મના શૂટિંગને મોટાપાયે અંજામ આપશે. ગુજરાતમાં શૂટિંગના 10 દિવસના શિડ્યૂલ માટે ફિલ્મની ટીમ વડોદરા રવાના થઇ ચૂકી છે ત્યાંથી ટીમ અમદાવાદમાં પોતાના શિડ્યૂલને પુરી કરીને પૂણે શહેર માટે ઉડાન ભરશે જ્યાં 20 દિવસ જેટલો લાંબો સમય વિતાવશે.

ફિલ્મ સાથે જોડાયેલા નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર 'એપ્રિલ મહિનામાં ગુજરાત અને પછી પૂણેમાં સાઉથ ઇન્ડીયા અને બોલીવુડના તમામ સ્ટાર એક છત નીચે જોવા મળશે. એવું પહેલીવાર થશે જ્યારે કોઇ મેગા સ્ટાર ફિલ્મને અમદાવાદ અને પૂણેમાં લાંબા સમય સુધી શૂટિંગ કરવામાં આવી રહ્યું હોય. આ અઠવાડિયે ફિલ્મના શૂટિંગ માટે આલિયા ભટ્ટ અમદાવાદ માટે ઉડાન ભરશે જ્યાં અભિનેત્રી થોડા દિવસ શૂટિંગ કર્યા બાદ પૂણે શહેરમાં ફિલ્મનું શૂટિંગ કરશે. 

તાજેતરમાં જ ફિલ્મ વિશે વાત કરતાં આલિયા ભટ્ટે કહ્યું હતું કે ''હું ખુબ ખુશ છું કે રાજામૌલીની સાથે કામ કરવાની મારી આખરે પુરી થઇ ગઇ છે. હું ખૂબ અભિભૂત અનુભવું છું.''

જૂનિયર એનટીઆર અને રામ ચરણની મુખ્ય ભૂમિકાઓ સાથે આરઆરઆરમાં રામ ચરણ અને આલિયાની નવી કેમેસ્ટ્રી જોવા મળશે. જેમાં સીતાનું પાત્ર ભજવી રહી છે. અજય દેવગણ ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે યુવા બ્રિટિશ અભિનેતા ડેજી એડગર જોન્સ આ ફિલ્મ સાથે ભારતીય ફિલ્મમાં પોતાનો ડેબ્યૂ કરી રહ્યા છે અને ફિલ્મમાં જૂનિયર એનટીઆરના ઓપોઝિટ જોવા મળશે.

ડીવીવી દાનય્યા દ્વારા ડીવીવી એન્ટરટેનમેંટ હેઠળ નિર્મિત અને એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત, આરઆરઆર 30 જુલાઇ 2020માં દુનિયાભરમાં એકસાથે દસ ભારતીય ભાષાઓમાં રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news